લગ્નમાં એક વ્યક્તિએ લોકોને આ રીતે કર્યા સેનિટાઇઝ, જો IASએ કહ્યું આ...

Published: 1st December, 2020 19:01 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આઇએએસ ઑફિસર અવનીષ શરણે લગ્નનો એક વીડિયો શૅર કર્યો છે, જ્યાં એક વ્યક્તિ લગ્નમાં લોકોને સેનિટાઇઝ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

લગ્નમાં એક વ્યક્તિએ લોકોને આ રીતે કર્યા સેનિટાઇઝ, જો IASએ કહ્યું આ...
લગ્નમાં એક વ્યક્તિએ લોકોને આ રીતે કર્યા સેનિટાઇઝ, જો IASએ કહ્યું આ...

સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ કહેશો કે લગ્નમાં નવી સિસ્ટમ આવી ગઈ છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે લગ્નમાં ખૂબ જ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવે છે. તે લોકોને પણ સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવામાં આવે છે. આઇએએસ ઑફિસર અવનીષ શરણ (IAS Officer Awanish Sharan)એ લગ્નનો એવો જ એક વીડિયો શૅર કર્યો છે, જ્યાં એક વ્યક્તિ લગ્નમાં લોકોને સેનિટાઇઝ કરે છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ મશીનથી લોકોને સેનિટાઇઝ કરે છે. દુલ્હો-દુલ્હન સામે બેઠા છે અને નીચે લોકો બેઠા છે. ત્યારે એક વ્યક્તિ સેનિટાઇઝની મશીન લાવે છે અને લોકોને સેનિટાઇઝ કરવા માંડે છે. આઇએએસ ઑફિસરે આ વીડિયો પર પોતાના રિએક્શન આપ્યા છે.

વીડિયો શૅર કરતા અવનીષ શરણે કૅપ્શનમાં લખ્યું, "એક સમય હતો જ્યારે લગ્નમાં મહેમાનો પર 'ઇત્ર' છાંટવામાં આવતું હતું... અને હવે."

અહીં જુઓ વીડિયો:

આ વીડિયો તેમણે 29 નવેમ્બરના રોજ શૅર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ દોઢ હજારથી વધૂ લાઇક્સ અનો દોઢસોથી વધુ રીટ્વીટ્સ પણ થઇ ગયા છે. લોકોએ કંઇક આ પ્રમાણે રિએક્શન આપ્યા છે.

એક યૂઝરે તો લખ્યું છે કે એવું લાગે છે જાણે પાક પર કિટકનાશક દવાનો છંટકાવ થઈ રહ્યો છે..

તો બીજા યૂઝરે ફિલ્મનો સીન શૅર કર્યો છે.

તો અન્ય એક યૂઝરે લખ્યું કે હવે સેનિટાઇઝર...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK