યુટ્યુબ વિડિયોમાં ઉઘાડા પગે બરફમાં હાફ મૅરથૉન દોડવાનો વિક્રમી રેકૉર્ડ નોંધાવનારા જોનાસ ફેલ્ડ સેવલડ્રુડે કહ્યું હતું કે ક્રિસ્ટોફર મૅક્ડોગલના પુસ્તક ‘બોર્ન ટુ રન’ પરથી મને ખુલ્લા પગે દોડવાની પ્રેરણા મળી હતી. તેના પ્રયાસ બાદ જ તે જાણી શક્યો કે ઉઘાડા પગે બરફ પર દોડવું એટલું મુશ્કેલ નથી જેટલું મનાય છે.
જોનાસ સેવલડ્રુડે ૨૦૦૭માં બે કલાક ૧૬ મિનિટ અને ૩૪ સેકન્ડમાં હાફ મૅરથૉન પૂર્ણ કરનાર ડચ ઍથ્લિટ વિમ હોફ્ટનો રેકૉર્ડ તોડવાનો નિર્ણય કર્યો હતો. ઉઘાડા પગમાં બરફને કારણે થયેલી ઈજાને લીધે તેણે પ્રથમ પ્રયાસ અધવચ્ચે છોડી દેવો પડ્યો હતો. જોકે થોડાં અઠવાડિયાં પછી તેણે ફરી પ્રયાસ કર્યો અને વધુ સફળતા મેળવી હતી. અંતે તેણે એક કલાક અને ૫૦ મિનિટમાં હાફ મૅરથૉન પૂર્ણ કરી હતી. હવે પોતાનો પ્રયાસ સફળ થયો હોવા બાબતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સમર્થનની તે રાહ જોઈ રહ્યો છે.
છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું
1st March, 2021 09:36 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST