જંગલમાં તરસ્યા કોબ્રાએ આ રીતે બોટલમાંથી પી લીધું પાણી

Updated: May 22, 2020, 20:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એક વ્યક્તિએ તરસ્યા કોબરાને પોતાના હાથથી પાણી પીવડાવ્યું. આ વીડિયો ટ્વિટર પર આઇએએસ અવનીશ શરણે શૅર કર્યો છે.

તસવીર સૌજન્ય ટ્વિટર વીડિયો
તસવીર સૌજન્ય ટ્વિટર વીડિયો

કોબ્રાને સામે જોઇને કોઈપણ ડરી જાય છે. ઘણીવાર એવું થાય કે આપણે જ્યારે સાપ જોઇએ તો તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ અને જીવ બચાવીને ભાગીએ છીએ. પણ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એક વ્યક્તિએ તરસ્યા કોબ્રાને પોતાના હાથે પાણી પીવડાવ્યું. આ વીડિયો જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયો ટ્વિટર પર આઇએએસ અવનીશ શરણે શૅર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકો છો કે વન અધિકારી ખૂબ જ આરામથી આ તરસ્યા કોબ્રાને બોટલથી પાણી પીવડાવે છે. કોબ્રા પણ ખૂબ જ શાંતિથી પાણી પીતો જોવા મળે છે. આ વીડિયો તેમણે 21 મેના શૅર કર્યો છે. સાથે જ જણાવ્યું કે આ જૂનો વીડિયો છે. તેમણે લખ્યું કે, "જૂનો વીડિયોઃ તરસ્યા કોબ્રાને પાણી પીવડાવતો વન અધિકારી. આ પહેલા આવો વીડિયો તમે નહીં જોયો હશે."

આ વીડિયો ફેસબુક પર ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર પ્રવીણ કાસવાને શૅર કર્યો હતો, જેણે અવનીશે ટ્વિટર પર શૅર કર્યો.

ટ્વિટર પર આ વીડિયોના અત્યાર સુધી 66 હજારથી વધારે વ્યૂઝ થઈ ચૂક્યા છે. સાથે જ 6 હજારથી વધારે લાઇક્સ અને હજારથી વધારે રિ-ટ્વીટ્સ થઈ ચૂક્યા છે.

ટ્વિટર પર એક યૂઝરે જણાવ્યું કે કારવાર ફૉરેસ્ટ રેન્જના ઉપ રેન્જવન અધિકારી સીએન નાયકે કોબ્રાને પાણી પીવડાવ્યું હતું. ટ્વિટર પર લોકોએ એવા રિએક્શન આપ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK