ટોળાએ ‘મજા’ માટે એક માણસને માર્યો, હૉસ્પિટલમાં મોત

Published: Sep 06, 2020, 14:37 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઉત્તર પ્રદેશના ઓનલા શહેરમાં એક 32 વર્ષની વ્યક્તિએ ચોરી કરી હોવાની ‘શંકા’એ ટોળાએ તેને ઝાડ સાથે બાંધ્યો અને ખૂબ માર્યો હતો. ટોળામાં અમૂક લોકો ફક્ત મજા માટે તેને માર્યો હતો, મોબાઈલ કેમેરામાં પીડિત બસિદ ખાન સાથે ફોટા પણ પાડ્યા હતા

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

ઉત્તર પ્રદેશના ઓનલા શહેરમાં એક 32 વર્ષની વ્યક્તિએ ચોરી કરી હોવાની ‘શંકા’એ ટોળાએ તેને ઝાડ સાથે બાંધ્યો અને ખૂબ માર્યો હતો. રિપોર્ટ અનુસાર, ટોળામાં અમૂક લોકો ફક્ત મજા માટે તેને માર્યો હતો અને મોબાઈલ કેમેરામાં પીડિત બસિદ ખાન સાથે ફોટા પણ પાડ્યા હતા.

ટોળાએ હકીકત જાણ્યા વિના બસીદ ખાનને માર્યો હતો, જોકે પાછળથી ખબર પડી કે તેણે ફક્ત દારુ પીધો હતો, ચોરી નહોતી કરી. બસિદ પોલીસના તાબામાં હતો, પરંતુ કોઈએ પણ ફરિયાદ નહીં નોંધાવતા તેને છોડી દેવામાં આવ્યો હતો.

બસિદના કુટુંબે તેની હાલત જોતા હૉસ્પિટલમાં એડમિટ કર્યો પરંતુ ઈન્ટરનલ બ્લિડિંગ ખૂબ જ થયું હોવાથી તેનું મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ પોલીસ શૈલેષ પાંડેએ કહ્યું કે, મને એક વીડિયો મળ્યો જેમાં બસીદને એક ઝાડ સાથે બાંધવામાં આવ્યો અને સ્થાનિક લોકો તેને મારી રહ્યા હતા. જેણે આ વીડિયો લીધો તેની પણ શોધ કરી રહ્યા છે. બોડીમાં ઉપરથી કોઈ ઈજા દેખાઈ નહોતી. મૃત્યુનું કારણ શોધવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

બસિદની માતાએ કહ્યું કે, લોકો મારા દિકરાને મજા માટે થઈને મારતા હતા. પોલીસ તેને રિક્ષામાં ઘરે મૂકી ગઈ પરંતુ તેને ખૂબ જ દુખાવો થતો હતો. તેથી અમે તેને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK