કફલિંકસનો સંગ્રહ કરવો એ ઘણા માટે એક પ્રકારનું ઝનૂન હોય છે, પણ અમેરિકાના ઑન્ટારિયોના કાર્લ મોલ્ટનની તોલે કોઈ ન આવી શકે.
કાર્લ મોલ્ટન કફલિંક્સની ૧૯૨૫ જોડી ધરાવે છે અને બે વર્ષની ચકાસણી બાદ તેના કલેક્શનને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ઑરેન્જવિલેમાં એક ચર્ચના પાદરી તરીકે કાર્લ મોલ્ટનને ૨૦૧૯માં રેકૉર્ડ માટે દાવો તેમ જ અરજી કર્યા બાદ ચાલુ અઠવાડિયાના પ્રારંભમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પાસેથી સર્ટિફિકેટ મળ્યું છે.
રેકૉર્ડની સચ્ચાઈની ચોકસાઈ માટે કાર્લે જ્વેલર પાસે કફલિંક્સની ગણતરી કરાવવી પડી હતી. આ વખતે શહેરના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તમામ કફલિંક્સ ગણ્યાં હોવાનું પ્રમાણિત કર્યું હતું. પત્ર સાથે કફલિંક્સના ફોટો મોકલવા ઉપરાંત તેણે પ્રત્યેક કફલિંક્સની વિશિષ્ટતા પણ લખીને મોકલવી પડી હતી. કાર્લ મોલ્ટને લગભગ સાતેક વર્ષ પહેલાં કફલિંક્સનો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ જ્યારે તેની દીકરીએ જણાવ્યું કે આમાં તેઓ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ હાંસલ કરી શકે છે ત્યાર બાદ કફલિંક્સનો સંગ્રહ કરવા પ્રત્યે તેણે વિશેષ રુચિ કેળવી હતી. જોકે ઑક્ટોબર મહિનામાં એક વ્યક્તિ પાસેથી ૫૫૦ કફલિંક્સનો સંગ્રહ ખરીદ્યા બાદ હવે તેની પાસે લગભગ ૩૦૦૦ કફલિંક્સ છે, પરંતુ એક રેકૉર્ડ કાયમ થઈ ગયા બાદ હવે તે ફરી ગિનેસ રેકૉર્ડ માટે પ્રયાસ કરવા નથી ઇચ્છતો.
પાળેલા સસલાએ 24 બચ્ચાંને જન્મ આપીને વિશ્વવિક્રમ કર્યો
7th March, 2021 07:15 ISTઇજિપ્તની આર્ટિસ્ટે મધ, ચૉકલેટ અને સિરપથી આરબ મહાનુભાવોનાં ચિત્રો બનાવ્યાં
7th March, 2021 07:15 ISTબાથરૂમમાં અરીસા પાછળથી મળી સીક્રેટ રૂમ : મહિલા સ્તબ્ધ
7th March, 2021 07:15 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
7th March, 2021 07:15 IST