ઘાટકોપરમાં મોબાઇલના મુદ્દે મિત્રની હત્યા

Published: 17th December, 2012 04:37 IST

મોબાઇલના મુદ્દે ગઈ કાલે ઘાટકોપર (વેસ્ટ)ના અસલ્ફા વિલેજમાં ૨૮ વર્ષના શરદ ગુપ્તાની તેના મિત્રે હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો.

સાકીનાકા પોલીસે કડપ્પાની લાદીથી શરદની હત્યા કરનારા ૨૮ વર્ષના સુધીર રાઉળની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી. સાકીનાકા પોલીસે કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે બે વાગ્યે અસલ્ફા વિલેજના સુભાષનગરમાં આવેલી નિવારા સોસાયટીમાં રહેતો શરદકુમાર અને શ્રમ પરિહાર સોસાયટીમાં ૨હેતો સુધીર નજીકની કુલકણA વાડીમાં દારૂ પીવા બેઠા હતા. એ દરમ્યાન બન્ને વચ્ચે શરદના મોબાઇલને લઈને ઝઘડો થયો હતો. એ વખતે સુધીરે જબરદસ્તીથી શરદનો મોબાઇલ છીનવી લેતાં ઝઘડો વધી ગયો હતો. ગુસ્સે ભરાયેલા સુધીરે દોઢ ફૂટ લાંબી કડપ્પાની લાદી શરદના માથામાં ફટકારી દીધી હતી. એમાં ગંભીર જખમી થયેલા શરદને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હત્યા કરવા બદલ સુધીરની ધરપકડ કરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK