ફામ વાન થુઓક નામના વિયેટનામના આ ભાઈ ઐતિહાસિક ચર્ચની ઘડિયાળની શોધમાં આખું યુરોપ ખૂંદી વળ્યા છે. ચર્ચની ઐતિહાસિક ઘડિયાળ મળે એટલે તે એને પોતાના વિયેટનામસ્થિત ઘરમાં સજાવે છે. હાલમાં તેની પાસે આવી ૨૦ ઘડિયાળ છે જેમાંની કેટલીક તો ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂની છે, જ્યારે એક ઘડિયાળનું વજન લગભગ એક ટન જેટલું છે.
પોતાના કલેક્શનને વિશ્વનો સૌથી મોટો સંગ્રહ માનતા આ ભાઈ પ્રાચીન ઘડિયાળો એકઠી કરવા ઉપરાંત એ કઈ રીતે કામ કરે છે અને એ ઠીક કઈ રીતે કરાય છે એ જાણવામાં પણ રસ ધરાવે છે.
ફામ વાન થુઓક પાસે ૧૭૫૦ના વર્ષની ઇટાલિયન બનાવટની એક ઘડિયાળ છે, જે આજે પણ ચાલે છે અને સાચો સમય બતાવે છે. બાળપણથી જ ઘડિયાળના સંગ્રહનો શોખ ધરાવતો ફામ થુઓક આ પૌરાણિક ઘડિયાળો વિશે વધુ જાણવા-સમજવા માટે ઘડિયાળ કંપનીના યુરોપિયન માલિકોને પણ મળી આવ્યો છે. હજી તેની પાસે બે એકસરખી ઐતિહાસિક ઘડિયાળ આવવી બાકી છે જેને એક જ ઉત્પાદકે એક જ વર્ષમાં બનાવી હતી. વૉચ કલેક્શન માટે ફામનું કહેવું છે કે આ ઘડિયાળો મને યાદ અપાવે છે કે સમય ખૂબ જ કીમતી છે અને એનો વ્યય ન કરવો જોઈએ.
વિયેટનામ રેકૉર્ડ્સ અસોસિએશને પબ્લિક ઘડિયાળના સૌથી મોટા સંગ્રહક તરીકે ફામ થુઓકને માન્યતા આપી છે.
માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવનાર મહિલા હવે પસ્તાય છે
25th February, 2021 07:30 ISTમાણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો
25th February, 2021 07:30 ISTબાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો પૅશન આ ટીનેજરનો
25th February, 2021 07:30 ISTજપાનની આ માછલી 226 વર્ષ જીવી
25th February, 2021 07:30 IST