Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પતિએ જ પત્નીના પ્રેમીને પતાવી દીધો

પતિએ જ પત્નીના પ્રેમીને પતાવી દીધો

10 October, 2011 08:45 PM IST |

પતિએ જ પત્નીના પ્રેમીને પતાવી દીધો

પતિએ જ પત્નીના પ્રેમીને પતાવી દીધો


 

 




 

ગુનામાં સાથ આપવા વાઇફે બૉયફ્રેન્ડને ફોન કરીને ઘરની ટેરેસ પર બોલાવ્યો

પરિણીત હોવા છતાં શ્રુતિ અને ૨૨ વર્ષના નાવેદ શેખનું છેલ્લાં બે વર્ષથી પ્રેમપ્રકરણ ચાલતું હતું. નાવેદના ફ્રેન્ડ ૩૩ વર્ષના નઇમ ખાનની દુકાન સાંતાક્રુઝ સ્ટેશન પાસે આવેલા રિદ્ધિસિદ્ધિ બિલ્ડિંગમાં શ્રુતિના પિતાના ઘરની નીચે જ હતી અને અહીં જ નાવેદ અને શ્રુતિની મુલાકાત થઈ હતી. શ્રુતિ જ્યારે તેના પિતાના ઘરે આવતી હતી ત્યારે તેઓ બિલ્ડિંગની છત પર મળતાં હતાં.



જાવેદ એક વાર તેના ઘરમાં જ શ્રુતિ અને નાવેદને કઢંગી હાલતમાં જોઈ જતાં તેણે તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને પછી ફોન કરીને નાવેદને ટેરેસ પર બોલાવવાનું દબાણ કર્યું હતું. શ્રુતિનો ફોન મળતાં નાવેદ ટેરેસ પર આવ્યો ત્યારે બપોરે લગભગ સાડાત્રણે જાવેદે તેના પર ચૉપરથી હુમલો કર્યો હતો અને વારંવાર ઘા મારીને તેનો જીવ લઈ લીધો હતો. આ હુમલો એટલો ઘાતકી હતો કે ચૉપરના પણ બે કટકા થઈ ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2011 08:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK