સેન્ટ્રલ રેલવેના એક મોટરમૅનની સતર્કતાથી આત્મહત્યા કરવા જઈ રહેલા માણસનો જીવ બચી ગયો હોવાની ઘટના સેન્ટ્રલ રેલવેના અંબરનાથ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ઘટના અનેક લોકોએ તેમના મોબાઇલમાં કેદ કરી હતી અને થોડી જ ક્ષણોમાં ત્યાં ધમાલ મચી ગઈ હતી. જોકે મોટરમૅનની આ સતર્કતાની પ્રશંસા પણ ખૂબ થઈ હતી.
બનાવની મળેલી માહિતી મુજબ બદલાપુરથી મુંબઈના દિશાએ લોકલ ટ્રેન જઈ રહી હતી. એ વખતે અંબરનાથ રેલવે સ્ટેશન પાસે આવતી વખતે ટ્રેનની સામે અને ટ્રૅક પર એક માણસ આત્મહત્યા કરવા માટે અમુક ક્ષણ પહેલાં જ ત્યાં જઈને સૂઈ ગયો હતો. જોકે ટ્રેન ચલાવતા મોટરમૅનનું આ વિશે તરત જ ધ્યાન ગયું હતું. મોટરમૅને સાવધાની દેખાડી ટ્રૅક પર સૂતેલા માણસની આશરે એક ફુટની દૂરી પર લોકલ ઊભી રાખી હતી. આમ એ માણસના મૃત્યુ પર મોટરમૅને બ્રેક લગાડી હતી. આ વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાથી રેલવે પોલીસે તેને તાબામાં લીધી હતો.
આ પહેલાં પણ આવો પ્રયાસ થયેલો
આશરે દસ મહિના પહેલાં પ્રેમી અને પ્રેમિકાએ અંબરનાથ રેલવે સ્ટેશન પાસે ટ્રેન સામે કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. એ વિશે કલ્યાણ રેલવે પોલીસ ઍક્સિડન્ટલ કેસ નોંધીને તપાસ હાથ કરી રહી છે.
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
28th February, 2021 19:15 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
28th February, 2021 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
28th February, 2021 15:24 ISTતોડી દીવાર, નિકલી બારગર્લ્સ
28th February, 2021 11:08 IST