મુખ્ય પ્રધાન પર ચંપલ ફેંકવાનો પ્રયાસ કરનાર યુવાન પકડાયો

Published: 29th October, 2012 05:23 IST

રાજ્યમાં શેરડીના ઉત્પાદનને લગતી સમસ્યા વકરી રહી છે ત્યારે ગઈ કાલે પંઢરપુર તાલુકાના ખર્ડી ગામમાં સભા દરમ્યાન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ પર એક યુવાને ચંપલ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે પોલીસે તેને પકડી લીધો હતો. પંઢરપુર તાલુકાના ખર્ડી ગામે સીતારામ મહારાજ સાકરના કારખાનામાં એક સભાને પૃથ્વીરાજ ચવાણ સંબોધી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. માઢા તાલુકાના મહેશ કેદાર નામના યુવાને પત્રકારો માટે રાખવામાં આવેલા રૂમની બાજુમાંથી આવી થેલીમાં લાવેલું ચંપલ મુખ્ય પ્રધાન પર ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેણે એ વખતે પાડેલી બૂમને કારણે સાવધ થઈ ગયેલી પોલીસે તેને એમ કરતાં રોકી લીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK