બળાત્કારના ગુનાસર જેલની સજા કાપ્યા બાદ પરોલ પર છૂટેલા યુવકે ફરી એ જ યુવતી પર કર્યો બળાત્કાર

Published: 19th January, 2021 08:23 IST | Samiullah Khan | Mumbai

મલાડની આ હિચકારી ઘટનામાં પોલીસને આરોપીની તલાશ

૨૧ વર્ષના યુવક પર એક જ યુવતી પર બીજી વાર બળાત્કાર કરવાનો ગુનો નોંધાયો (પ્રતિકાત્મક તસવીર)
૨૧ વર્ષના યુવક પર એક જ યુવતી પર બીજી વાર બળાત્કાર કરવાનો ગુનો નોંધાયો (પ્રતિકાત્મક તસવીર)

દિંડોશી પોલીસે છેલ્લાં બે વર્ષમાં એક સગીર છોકરી પર કથિત રીતે બીજી વાર બળાત્કાર કરવા બદલ ૨૧ વર્ષના એક યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ૨૦૧૯માં આરોપીની ધરપકડ કરી તેને જેલની સજા કરવામાં આવી હતી અને કોરોના વાઇરસને કારણે તે પરોલ પર બહાર આવ્યો હતો. પોલીસનું માનવું છે કે પીડિતા યુવતી અને આ યુવક વચ્ચે પ્રેમસંબંધ છે.

જાન્યુઆરીની શરૂઆતમાં છોકરી ગુમ થતાં તેની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો, પણ ૧૧ જાન્યુઆરીએ છોકરી ઘરે પાછી આવી હતી. સગીર છોકરી ચાર મહિના પછી ૧૮ વર્ષની થશે. યુવતીની માતાને જાણવા મળ્યું હતું કે તેમની દીકરીનું એ જ વ્યક્તિએ ફરી પાછું અપહરણ કર્યું હતું એમ પોલીસે જણાવ્યું હતું. છોકરીના તબીબી પરીક્ષણ પરથી આ વખતે પણ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું સાબિત થતું હતું.

સૂત્રોએ જણાવ્યા મુજબ આરોપી અને પીડિતા એક જ વિસ્તારમાં રહે છે. અપહરણના પોલીસમાં નોંધાયેલા બે કેસ ઉપરાંત પણ અગાઉ  તે ત્રણ વખત ઘરેથી ગુમ થઈ હતી. ૨૦૧૯માં આ સગીર છોકરી એક અઠવાડિયા સુધી ઘરમાંથી ગાયબ હતી. જ્યારે આરોપીએ તેને કથિત રીતે બહાર લઈ જઈ તેના પર બળાત્કાર કરી તેને ઘરે જવા દીધી હતી. આ ઘટના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે તે પરોલ પર બહાર આવ્યો હતો. દરેક વખતે સગીર યુવતીના ગુમ થવા પાછળ એક જ વ્યક્તિ જવાબદાર હોવાનું ધ્યાનમાં રાખીને પોલીસે છોકરીને આશ્રયગૃહમાં મોકલી આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK