મસ્તી પડી ભારે મોંઘી?

Published: 8th January, 2021 11:09 IST | Mumbai correspondent | Mumbai

અત્યાર સુધીની તપાસ પરથી પોલીસને એવું લાગે છે કે મેયરને ધમકીભર્યો ફોન કરનાર જામનગરનો યુવાન ગૂગલ પર લોકોના નંબર સર્ચ કરીને ટાઇમપાસ માટે આવા કૉલ કરતો હોવો જોઈએ

મસ્તી પડી ભારે મોંઘી?
મસ્તી પડી ભારે મોંઘી?

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને ગાળો ભાંડનાર અને મારી નાખવાની ધમકી આપનાર જામનગરના મીર ઉર્ફે મનોજ દિનેશભાઈ ડેઢીની પ્રાથમિક તપાસમાં તેણે આ ફોન મસ્તી-મસ્તીમાં કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે તેની ઝીણવટભરી પૂછપરછ શુક્રવારે કરાશે એમ આઝાદ મેદાન પોલીસે કહ્યું છે.
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને 22 ડિસેમ્બરે ફોન કરી ગાળો ભાંડનાર યુવાનની સામે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. એ કેસમાં આઝાદ મેદાન પોલીસે તપાસ કરી ફોન ટ્રૅક કરી જામનગર જઈ 20 વર્ષના મનોજ ડેઢીને પકડી લાવી હતી. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યાસાગર કાલકુન્દ્રેએ કહ્યું હતું કે ‘આરોપી મનોજને અમે કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરતાં કોર્ટે તેના 10 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમે તેની પ્રાથમિક તપાસ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે તે દસમી નાપાસ છોકરો છે પણ ગૂગલ પર તે સર્ફિંગ કરતો રહે છે જેના પર મુંબઈનાં મેયરની ઇન્ફર્મેશન જોઈને તેણે મસ્તીમજાકમાં આવો ફોન કર્યો છે. તેણે ખરેખર મસ્તી-મસ્તીમાં જ આવો ફોન કર્યો છે કે એની પાછળ અન્ય કોઈ સિરિયસ કારણ છે એની અમે ઊંડી તપાસ કરવાના છીએ. સાથે જ તેણે આ રીતે ગૂગલ પરથી જોઈને આવી રીતે કેટલા લોકોને ફોન કરી હેરાન કર્યા છે એની પણ અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK