મહિલાને ઇચ્છા વિરુદ્ધ ભેટનારા પુરુષની છેક ૨૮ વર્ષ બાદ અરેસ્ટ

Published: 15th October, 2011 19:23 IST

ચીનમાં ચેન ઝોન્ગહાઓએ ફરિયાદી યુવતી સાથે લગ્ન કર્યા એને ૨૭ વર્ષ વીતી ચૂક્યાં હોવા છતાં પોલીસ અજાણ ચીનમાં એક મહિલાને ઇચ્છા વિરુદ્ધ ભેટવાના આરોપસર એક પુરુષની ૨૮ વર્ષ બાદ તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી.

 

ચેન ઝોન્ગહાઓ નામના આ આરોપી પર જે કાયદા હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે એ કાનૂન અત્યારે રદ થઈ ચૂક્યો છે. જોકે ૧૯૮૦માં આ કૃત્ય એક ગંભીર અપરાધ ગણવામાં આવતું હતું, જેમાં મોતની સજાની પણ જોગવાઈ હતી. ચીનના હૈનાન પ્રાન્તમાં ચેને તેની સાથે કામ કરતી સહકર્મચારી મહિલાને બળજબરીપૂર્વક બાથ ભરી હતી. આ બદલ તે યુવતીના પિતાએ પોલીસફરિયાદ નોંધાવી હતી.

ચીનની પોલીસે જૂના કેસોનો નિકાલ કરવાની કવાયત હાથ ધરી છે. આ કવાયત અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે એ મહિલા તેને પરણી ચૂકી છે અને તેમના લગ્નજીવનને ૨૭ વર્ષ વીતી ચૂક્યાં છે. તેમને બે પુત્રો અને એક પુત્રી પણ છે. પોલીસફરિયાદ નોંધાવ્યાના એક વર્ષ પછી જ તેઓ પરણી ગયાં હતાં. જોકે પોલીસ ચેનને અત્યાર સુધી ભાગેડુ માની રહી હતી. હવે તેમણે આ પોલીસફરિયાદ રદ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ચીનમાં છેલ્લા થોડા સમયથી વર્ષો જૂના કેસનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કૅમ્પેન અંતર્ગત પોલીસે આ કેસનો નિવેડો લાવવા ચેનની ધરપકડ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK