મલાડ-વેસ્ટના શિવસેનાના ઉમેદવાર ડૉ. વિનય જૈનને ગુજરાતી, કચ્છી ને મારવાડી સમાજનો ટેકો

Published: 8th October, 2014 05:28 IST

મલાડ-વેસ્ટના વિધાનસભા મતદાર સંઘના શિવસેનાના ઉમેદવાર ડૉ. વિનય જૈનના પ્રચારમાં મોટા પ્રમાણમાં વિવિધ સમાજના લોકોનો ટેકો મળી રહ્યો છે. મલાડ-વેસ્ટના વિધાનસભા મતવિસ્તારમાં તમામ ભાષાના અને સમાજના નાગરિકો રહે છે.
રાજ્યભરમાં શિવસેનાનું જોર વધી રહ્યું છે અને રાજ્યમાં શિવસેનાની સરકાર આવે તો તેમને પ્રધાન બનાવવામાં આવશે એવી ચર્ચા પણ મલાડના વેપારીઓમાં થઈ રહી છે એથી ગુજરાતી, જૈન, કચ્છી, મારવાડી અને રાજસ્થાની સમાજના લોકોમાં પણ આનંદનું વાતાવરણ પ્રસરેલું છે.

ડૉ. વિનય જૈને ઉચ્ચ શિક્ષણ લીધું છે અને સ્થાનિક લોકોમાં તેમની ઓળખ શિક્ષણમહર્ષિ તરીકેની છે એથી તેમને શિક્ષણપ્રધાન કે આરોગ્ય પ્રધાનની જવાબદારી સોંપાય એવી જોરદાર ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ડૉ. વિનય જૈનને જીત મળે એ માટે શિવસેનાના તમામ કાર્યકરો સખત મહેનત કરી રહ્યા છે.

યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની એક સભા તેમના મતવિસ્તારમાં યોજાઈ ગઈ છે. હવે સંસદસભ્ય ગજાનન કીર્તિકર, વિધાનસભ્ય સુભાષ દેસાઈ, રામદાસ કદમ, વિનોદ ઘોસાળકર અને શિવસેનાના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરે જેવાં દિગ્ગજોની સભા થવાની છે. શિવસેના વિનય જૈન વતી પહેલી વાર મલાડ-વેસ્ટમાં ચૂંટણી લડી રહી હોવાથી શિવસૈનિકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK