Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હું તને જોઈ લઈશ એમ કહેવું ધમકી ન ગણાય : ગુજરાત હાઈ કોર્ટનો ચુકાદો

હું તને જોઈ લઈશ એમ કહેવું ધમકી ન ગણાય : ગુજરાત હાઈ કોર્ટનો ચુકાદો

23 February, 2019 08:18 AM IST | અમદાવાદ

હું તને જોઈ લઈશ એમ કહેવું ધમકી ન ગણાય : ગુજરાત હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈ કોર્ટ

ગુજરાત હાઈ કોર્ટ


ઝઘડામાં ઉચ્ચારવામાં આવતું વાક્ય ‘હું તને જોઈ લઈશ’ને ધમકી સમાન ગણી ન શકાય એવો ચુકાદો ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટે આપ્યો હતો. ગુજરાત હાઈ કોર્ટે એ ઉચ્ચારણોને ગુનાહિત ધમકી માનવાનો ઇનકાર કરતાં એક વકીલ સામેના જ્ત્ય્ને અમાન્ય જાહેર કર્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના વકીલ મોહસિન છાલોતિયાએ ૨૦૧૭માં કેટલાક પોલીસ કર્મચારીઓને ‘તમને બધાને જોઈ લઈશ’ એમ કહીને હાઈ કોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી હતી. એ વખતથી તે વકીલ જેલમાં છે. પોલીસે ધમકીના આરોપસર નોંધેલા જ્ત્ય્ને વકીલ મોહસિન છાલોતિયાએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.



વકીલ છાલોતિયાની પડકાર અરજીની સુનાવણીમાં જસ્ટિસ એ. એસ. સુપેહિયાએ જણાવ્યું હતું કે ‘તને જોઈ લઈશ’ એ ધમકી નથી. પીડિતના મનમાં ડર પેદા કરે એ ધમકી ગણાય. આ કેસમાં એવું કંઈ જણાતું નહીં હોવાથી એ ઉચ્ચારણોને સરકારી અધિકારીને અપાયેલી ગુનાહિત ધમકી ગણી ન શકાય.’ ત્યાર પછી જજે FIR રદ કર્યો હતો.


આ પણ વાંચો : સુરતની સાડી પર હવે સર્જિકલ સ્ટ્રાઇક

વકીલ મોહસિન ૨૦૧૭માં લૉકઅપમાં બંધ અસીલને મળવા ગયા ત્યારે પોલીસે તેમને કેદીને મળતા રોક્યા હતા. એ વખતે બન્ને પક્ષે થયેલી ચડસાચડસી દરમ્યાન વકીલે ‘તમને બધાને જોઈ લઈશ. હાઈ કોર્ટમાં ખેંચી જઈશ’ એવું કહ્યું હતું. ત્યાર પછી પોલીસે વકીલ મોહસિન સામે સરકારી કામકાજમાં દખલ કરવા અને અધિકારીને એની ડ્યુટી કરતાં રોકવાના આરોપસર FIR નોંધ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 08:18 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK