મહેશ ભટ્ટની બહેને લવીના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી રૂ.90 લાખ વળતર માગ્યું

Published: 30th October, 2020 20:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લવીનાએ થોડાં દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને પતિ સુમિત સભ્રવાલને મહેશ ભટ્ટનો ભાણેજ ગણાવ્યો હતો અને આક્ષેપ મૂક્યો હતો કે તે બોલિવૂડમાં ડ્રગ્સ તથા યુવતીઓ સપ્લાય કરે છે.

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની બહેન કુમકુમ સહેગલ તથા ભાણેજ સાહિલે એક્ટ્રેસ તથા મોડલ લવીના લોધ (Luviena Lodh) વિરુદ્ધ બોમ્બે સિટી સિવિલ કોર્ટમાં માનહાનિનો કેસ ફાઈલ કર્યો છે, જેમાં લવીનાને માફી માગવાનું તથા 90 લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે.

લવીનાએ થોડાં દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને પતિ સુમિત સભ્રવાલને મહેશ ભટ્ટનો ભાણેજ ગણાવ્યો હતો અને આક્ષેપ મૂક્યો હતો કે તે બોલિવૂડમાં ડ્રગ્સ તથા યુવતીઓ સપ્લાય કરે છે. લવીનાએ એવો પણ દાવો કર્યો હતો કે મહેશ ભટ્ટને આ અંગે બધી જ ખબર છે અને તેમણે ઘરમાં ઘુસીને તેને બહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કુમકુમ તથા સાહિલે કોર્ટને અપીલ કરી છે કે તેઓ આદેશ આપે કે લવીના તેમની વિરુદ્ધ કરવામાં આવેલા અપમાનજનક સ્ટેટમેન્ટ માટે બિન શરતી લેખિત માફી માગે અને વળતર તરીકે 90 લાખ રૂપિયા આપે. સાથે જ આપત્તિજનક વીડિયો હટાવવાનો પણ આદેશ આપે.

સુમિતે પોતના વકીલના માધ્યમથી એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું હતું, 'અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારા ક્લાયન્ટ વિશેષ પ્રાઈવેટ લિમિટેડમાં કર્મચારી છે. તે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટના સંબંધી નથી.' વકીલના મતે, આ કેસમાં મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટનું નામ ષડયંત્ર હેઠળ લેવામાં આવી રહ્યું છે. સુમિતનો આક્ષેપ છે કે લવીનાએ આ બધું ડિવોર્સ કેસમાં સેટલમેન્ટ કરાવવા માટે કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK