Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બીજેપીમાં ન ફાવ્યું! 2 દિવસ બાદ ઘનશ્યામ સોલંકીએ ફરી 'હાથ' પકડ્યો

બીજેપીમાં ન ફાવ્યું! 2 દિવસ બાદ ઘનશ્યામ સોલંકીએ ફરી 'હાથ' પકડ્યો

31 August, 2019 07:42 AM IST | મહેસાણા

બીજેપીમાં ન ફાવ્યું! 2 દિવસ બાદ ઘનશ્યામ સોલંકીએ ફરી 'હાથ' પકડ્યો

બીજેપીમાં ન ફાવ્યું! 2 દિવસ બાદ ઘનશ્યામ સોલંકીએ ફરી 'હાથ' પકડ્યો


 ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનારી છે ત્યારે અત્યારથી જ કૉન્ગ્રેસ અને બીજેપીના કાર્યકરો ઍક્ટિવ થઈ ગયા છે. સામાન્ય રીતે કૉન્ગ્રેસમાંથી અનેક નેતાઓ, કાર્યકરો, મંત્રીઓ છોડીને બીજેપીમાં જતા જોયા હશે, પરંતુ મહેસાણાના ન.પા.માં કંઈક અલગ ચિત્ર જોવા મળ્યું હતું. મહેસાણા ન.પા.ના પ્રમુખ ઘનશ્યામ સોલંકી કૉન્ગ્રેસમાં જોડાયા હતા. તેમની સાથે મહેસાણા ન.પા.ના ૨૩ સભ્યો કૉન્ગ્રેસમાં જોડાતાં રાજકીય ભૂકંપ સર્જાયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

મહેસાણાના નગરપાલિકાના જે ૨૩ સભ્યો કૉન્ગ્રેસમાં જોડાયા છે એ થોડા સમય અગાઉ જ બીજેપીમાં જોડાયા હતા. આ ૨૩ સભ્યોએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. પરંતુ બીજેપીમાં તેમને ફાવ્યું ન હોય કે તેમની ઇચ્છાઓ પૂરી ન થઈ હોય તેમ બે દિવસ બાદ ઘનશ્યામ સોલંકીએ ફરી કૉન્ગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યાર બાદ તેમણે કહ્યું કે અમે ગ્રાન્ટ માટે નીતિન પટેલ પાસે ગયા હતા, પરંતુ ત્યાં અમારી કોઈ ઇચ્છા પૂરી થઈ નહોતી. મહેસાણા ન.પા. કૉન્ગ્રેસની છે અને કૉન્ગ્રેસની જ રહશે.



મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે આજે હું મારા પોતાના ઘરે છું. અમે ગ્રાન્ટ માટે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને ત્યાં ગયા હતા. થોડા સમય આગાઉ બીજેપીનો ભગવો પણ ધારણ કર્યો હતો, પરંતુ ત્યાં અમારી વાત બની નહોતી. પરંતુ હવે દાવા સાથે કહીએ છીએ કે મહેસાણા નગરપાલિકા કૉન્ગ્રેસની જ છે અને રહેશે.


આ પણ વાંચોઃ કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય : ભારે વરસાદની આગાહી

કૉન્ગ્રેસના અમિત ચાવડાએ ૨૩ સભ્યોનું અભિવાદન કરતાં જણાવ્યું હતું કે ચૂંટાયેલા નેતાઓને તોડવા પ્રયાસ થઈ રહ્યા છે. અમારા નેતાઓને ગ્રાન્ટ માટે બોલાવી બીજેપીનો ખેસ પહેરાવાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વિકાસ કામો અટકાવવા આવે છે. સત્તાના જોરે બીજેપીમાં જોડવામાં આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 07:42 AM IST | મહેસાણા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK