મુંબઈ : અગિયારમા ધોરણની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઑનલાઇન

Published: Jun 25, 2020, 08:24 IST | Pallavi Smart | Mumbai

રાજ્ય સરકારે પ્રવેશ-પ્રક્રિયાની માર્ગદર્શિકા જારી કરી છે, જે મુજબ રજિસ્ટ્રેશનથી માંડીને સંપૂર્ણ પ્રક્રિયા, દસ્તાવેજો અપલોડ કરવા, બેઠકોની ફાળવણી અને ફી ચુકવણી બધું જ ઑનલાઇન કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઑગસ્ટ મહિનામાં યોજાનારી અગિયારમા ધોરણની એડમિશન પ્રક્રિયા કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં લેતાં સંપૂર્ણપણે ઑનલાઇન કરાશે તેમ જ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ (એફસીએફએસ)ની નીતિને રદ કરતાં સીટની ઑનલાઇન ફાળવણી કરાતાં સ્ટુડન્ટ્સને મેરિટને આધારે એડમિશન આપવામાં આવશે. રાજ્ય સરકારે પ્રવેશ-પ્રક્રિયાની માર્ગદર્શિકા જારી કરી છે, જે મુજબ રજિસ્ટ્રેશનથી માંડીને સંપૂર્ણ પ્રક્રિયા, દસ્તાવેજો અપલોડ કરવા, બેઠકોની ફાળવણી અને ફી ચુકવણી બધું જ ઑનલાઇન કરવામાં આવશે. ઑનલાઇન પ્રવેશ માટેની બુકલેટ પણ પીડીએફ ફોર્મમાં મળશે, જેમાં દરેક સ્ટુડન્ટને લોગ ઈન સાથે પાસવર્ડ મળશે. સ્ટુડન્ટ્સ અને તેમના વાલીઓએ પીડીએફ ફોર્મેટનો રેફરન્સ વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા મેળવવો પડશે. બાય-લોકલ કોર્સ માટે હવે એડમિશનનો ઝીરો રાઉન્ડ નહીં હોય, તેના સ્થાને આ પરીક્ષા વર્તમાન માર્ગદર્શિકાને અનુસરતાં એક જ પ્રકારે લેવામાં આવશે.

ફીની ચુકવણી ઑનલાઇન કરવામાં આવશે તથા તમામ દસ્તાવેજો પણ ઑનલાઇન અપલોડ કરવામાં આવશે. સામાન્ય રીતે પ્રવેશ-પ્રક્રિયા પછી એફસીએફએસ રાઉન્ડ યોજવામાં આવે છે જેમાં ઑનલાઇન પદ્ધતિમાં બેઠકો ફાળવી ન શકાઈ હોય તેવા ઉમેદવારોને ચાન્સ મળતો હોય છે. આ રાઉન્ડમાં ખાલી પડેલી જગ્યાઓની યાદી જાહેર કરાય છે અને સીટ ફાળવણીના અનેક ઑનલાઈન રાઉન્ડ બાદ જે ઉમેદવારોને કોઈ બેઠક મળી ન હોય તેવા ઉમેદવારો તે કૉલેજોને પ્રવેશ લેવા રિપોર્ટ કરશે. કોવિડ-19ના રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ રાઉન્ડ રદ કરાયો છે. તેના બદલે વધારાની સીટની ફાળવણી માટેના રાઉન્ડ જરૂરિયાત મુજબ લેવામાં આવશે. આ કેસમાં સીટ ફાળવણી યોગ્યતાના આધારે હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK