ઉત્પાદન અને માગણી વચ્ચે ૫૫૦૦ મેગાવૉટની ખાધને લીધે તહેવારોમાં લેવાયેલા આ નિર્ણયથી લોકોમાં રોષ
રાજ્યમાં વીજળીની માગણી અત્યારે ૧૬,૫૦૦ મેગાવૉટ પર પહોંચી ગઈ છે એની સામે રાજ્યમાં ઉપલબ્ધ વીજળી ૧૧,૫૦૦ મેગાવૉટ છે. આ વધેલી અછતને કારણે રાજ્યમાં લોડશેડિંગનું પ્રમાણ વધ્યું છે. ૧૩થી ૧૫ કલાક લોડશેડિંગ નવી મુંબઈ, પુણે અને થાણેના એક સમયે ઝીરો લોડશેડિંગ તરીકે જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં પણ ત્રણ કલાક જેટલું લોડશેડિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે મુંબઈની આસપાસના થાણે જિલ્લાના વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, અંબરનાથ-બદલાપુર વગેરે મહાનગરપાલિકાના વિસ્તારોમાં લોડશેડિંગ આઠથી દસ કલાક જેટલું વધી ગયું છે. રાજ્યના સૌથી વધુ લોડશેડિંગવાળા વિસ્તારોમાં નાગપુરના ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાં ૧૩થી ૧૫ કલાક જેટલું લોડશેડિંગ કરવામાં આવી રહ્યું છે.
સરકારની મહત્વની બેઠક
રાજ્યમાં સર્જાયેલી વીજકટોકટીને કારણે લોડશડિંગના કલાકોમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્ર સરકારે આ મહત્વના મુદ્દે એક બેઠકનું આયોજન કર્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે રાજ્યના ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પરિસ્થિતિની ગંભીરતાનો તાગ મેળવવામાં આવશે. મુખ્ય પ્રધાને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લોડશેડિંગ કરવામાં આવશે કે નહીં એ વિશે કોઈ પણ નિવેદન કરવાનું ટાળ્યું હતું.
ઉદ્યોગો પર લદાયું ૧૬ કલાકનું લોડશેડિંગ રાજ્યના વિકાસમાં સૌથી વધુ યોગદાન આપનારા ઉદ્યોગો પર તાજેતરની વીજકટોકટીને ધ્યાનમાં લેતાં ૧૬ કલાકનું લોડશેડિંગ લાદવામાં આવ્યું છે. મહાવિતરણે સપ્તાહમાં એક દિવસ બુધવારે ઉદ્યોગો પર સ્ટૅગરિંગ ડે લાદ્યો છે અને બુધવારે તેમને ૧૬ કલાક વીજળી આપવામાં નહીં આવે. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ કોલસાની તંગીને કારણે વીજ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. મહાવિતરણે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે કોલસાની તંગી સમગ્ર દેશમાં છે. કેન્દ્ર સરકાર પાસેથી મળતી વીજળીમાં પણ ૧૦૦૦ મેગાવૉટની તૂટ નોંધાઈ છે. રાજ્યમાં વીજ ઉત્પાદન માટે રોજ ૨૪ રેક (માલગાડી) ભરીને કોલસો આવતો હતો, પરંતુ તેલંગણાના આંદોલનને કારણે રાજ્યને છેલ્લાં ત્રણ સપ્તાહથી માત્ર ૧૦થી ૧૨ રેક કોલસો જ મળી રહ્યો છે.
રાજ્યની વીજકટોકટીને મુદ્દે પણ રાજકારણ
એક તરફ રાજ્યમાં વીજકટોકટી જાહેર કરવામાં આવી છે ત્યારે બીજી તરફ આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષો પરિસ્થિતિ માટે સરકારને દોષ આપે છે જ્યારે સરકાર એ માટે અગાઉની યુતિ સરકારને દોષ આપી રહી છે. રાજ્યમાં વીજળીની આટલી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ એ માટે રાજ્ય સરકારની આયોજનશૂન્યતા દેખાઈ આવે છે એવી ટીકા બીજેપીના પ્રવક્તા આશિષ શેલારે કરી છે.
એમએનએસ (મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના)ના બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે ૨૦૧૨ સુધીમાં રાજ્યને લોડશેડિંગમુક્ત કરવાની ખાતરી આપનારા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જનતાની છેતરપિંડી કરી રહ્યા છે. બીજી તરફ કૉન્ગ્રેસ લોડશેડિંગનું ખપ્પર અગાઉની યુતિ સરકાર પર ફોડી રહી છે. કૉન્ગ્રેસના પ્રવક્તા અનંત ગાડગીળે કહ્યું હતું કે ‘શિવસેના-બીજેપીની યુતિ સરકારના કાર્યકાળ દરમ્યાન એેન્રોનનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ અટકી પડ્યો હતો. એને કારણે જ રાજ્ય વીજ ઉત્પાદનમાં પાંચ વર્ષ પાછળ ધકેલાઈ ગયું હતું.’ વીજળીની અછતને કારણે રાજ્યમાં લંબાઈ રહેલા લોડશેડિંગના કલાકો વિશે ચિંતા વ્યક્ત કરતાં એમપીસીસી (મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિ)એ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા માટે બનતાં પગલાં લેવાની વિનંતી કરી છે.
શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યમાં લોડશેડિંગના વધી રહેલા કલાકો સામેનું આંદોલન ઉગ્ર બનશે તો એને માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે અને જો આંદોલન ભડકશે તો શિવસેના જનતાની સાથે હશે.’
એક જ દિવસમાં ૧૬,૮૩૮ નવા કેસ, માત્ર મહારાષ્ટ્રમાં જ મળ્યા ૧૦,૨૧૬ કેસ
6th March, 2021 12:33 ISTટેન બેસ્ટ ઈઝ ઑફ લિવિંગ સિટીમાં 6 તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં છે
5th March, 2021 10:47 ISTમુંબઈ: વીજદરમાં આવતા એક વર્ષ સુધી 1થી 2 ટકાનો ઘટાડો
5th March, 2021 09:41 ISTઆ બાળકીએ પોતાની બ્રેઇન-સર્જરીના પૈસા ભેગા કરવા લીંબુપાણી વેચવાનું શરૂ કર્યું
5th March, 2021 07:32 IST