પુણેના સંભાજીનગરમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ 6 મહિનાની બાળકીનું મોત

Published: Jan 28, 2020, 10:09 IST | Pune

સંભાજીનગરમાં ખરાડી ખાતે એક ઘરમાં થયેલા ગૅસ-સિલિન્ડર સ્ફોટમાં છ મહિનાની બાળકી મૃત્યુ પામી હતી.

પુણેમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ
પુણેમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ

સંભાજીનગરમાં ખરાડી ખાતે એક ઘરમાં થયેલા ગૅસ-સિલિન્ડર સ્ફોટમાં છ મહિનાની બાળકી મૃત્યુ પામી હતી. સ્ફોટમાં બાળકીનાં માતા-પિતા પણ ગંભીર રીતે દાઝ્યાં હતાં. ગઈ કાલે સવારે ગૅસનું ગળતર થયા બાદ આ સ્ફોટ થયો હતો. મૃતક બાળકીનું નામ સ્વરાલી ભવાળે હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સંભાજીનગરના ખરાડી ખાતે ગઈ કાલે સવારે શંકર ભવાળેના ઘરમાં ગૅસનું ગળતર થવાને કારણે બ્લાસ્ટ થયો હતો. શંકરની પત્ની આશાતાઈ ભવાળે સવારે નીંદરમાંથી ઊઠ્યા બાદ પાણી ગરમ કરવા માટે કિચનમાં ગઈ હતી ત્યારે શંકર અને તેની છ મહિનાની દીકરી સ્વરાલી સૂતાં હતાં. આખી રાત ગૅસનું ગળતર થયું હતું અને આખા ઘરમાં ગૅસ ફેલાયો હતો. આશાતાઈએ ગૅસ ચાલુ કરતાં જ ગૅસનું સિલિન્ડર ફાટ્યું હતું. સ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘરનું પતરું ઊડી ગયું હતું. સ્ફોટને કારણે ઘરમાં આગ લાગી હતી. શંકર, આશાતાઈ અને તેની છ મહિનાની દીકરી સ્વરાલી ગંભીર રીતે દાઝી ગયાં હતાં.

આ પણ વાંચો : મનસેના ચિત્રપટ સેનાના અધ્યક્ષે જિતેન્દ્ર આવ્હાડ પર નિશાન તાક્યું

ત્રણેયને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં સ્વરાલીનું કમનસીબે મોત થયું હતું. શંકર અને આશાતાઈની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK