કોરોનામાં નોકરી ગઈ તો સિક્યોરિટી ગાર્ડ બન્યો 'કૅફે 18'નો માલિક, આટલી છે કમાણી

Updated: 8th January, 2021 11:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મહારાષ્ટ્રના પૂણેમાં એક સિક્યોરિટી ગાર્ડે ડિસેમ્બર 2019માં પોતાની નોકરી ગુમાવ્યા બાદ કોરોના કાળમાં નવા બિઝનેસની શરૂઆત કરી દીધી છે. 28 વર્ષીય રેવન શિંદેએ પોતાનો કૅફે ખોલીને એક સારા વ્યવસાયની શરૂઆત કરીને લોકોના સામે એક સારું ઉદાહરણ રજૂ કર્યુ છે

'કૅફે 18' તસવીર સૌજન્ય - જાગરણ
'કૅફે 18' તસવીર સૌજન્ય - જાગરણ

મહારાષ્ટ્રના પૂણેમાં એક સિક્યોરિટી ગાર્ડે ડિસેમ્બર 2019માં પોતાની નોકરી ગુમાવ્યા બાદ કોરોના કાળમાં નવા બિઝનેસની શરૂઆત કરી દીધી છે. 28 વર્ષીય રેવન શિંદેએ પોતાનો કૅફે ખોલીને એક સારા વ્યવસાયની શરૂઆત કરીને લોકોના સામે એક સારું ઉદાહરણ રજૂ કર્યુ છે. રેવન શિંદે એક સિક્યોરિટી ગાર્ડ તરીકે એક કંપનીમાં કામ કરતો હતો પરંતુ અચાનક તેણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી. પૂણેના પિંપર-ચિંચવાડ વિસ્તારમાં રહેતા શિંદેએ હિમ્મત હારી નહી અને કૅફેની શરૂઆત કરી. શિંદે હવે પૂણેમાં એક ફૂડ આઉટલેટ 'કૅફે 18'નો માલિક છે. રેવન દરરોજ 600-700 કપ ચા વેંચે છે. રેવન પોતાની ટીમ સાથે મહિનાના 50,000-60,000 રૂપિયા કમાય છે.

pune-tweet

રેવન શિંદે ઘણી કોર્પોરેટ ઑફિસ અને ઔદ્યોગિક કામદારોને ચા અને કૉફીની સપ્લાય કરે છે. રેવને જણાવ્યું કે 'કોરોના ધારાધોરણો હળવા થયા પછી અને ઑફિસો ફરીથી ખુલ્યા બાદ, લોકોને ચા મળવી મુશ્કેલ થઈ ગઈ હતી. તેણે આ સ્ટોલ પરથી ગ્રાહકોને ચા ઉપલબ્ધ કરાવી. ધીરે ધીરે આ લોકો મારા નિયમિત ગ્રાહક બની ગયા. તેમણે કહ્યું, અમે પ્રતિસાદ જોવા માટે વિના મૂલ્યે ચા અને કોફી આપવાનું નક્કી કર્યું. હવે, આપણે દરરોજ 600-700 કપ ચા વેચીએ છીએ'.

First Published: 8th January, 2021 10:29 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK