આવતી કાલે એક દિવસની હડતાળની નર્સીસ અને મેડિકલ સ્ટાફની ધમકી

Published: Sep 07, 2020, 07:12 IST | Mumbai correspondent | Mumbai

વધુ કર્મચારીઓની ભરતી, એડિશનલ સૅફ્ટી અલાવન્સ અને સેલ્ફ ક્વૉરન્ટીન માટે સાત દિવસની રજા જેવી અનેક માગણીઓ

વિધાનભવનના પરિસરમાં ​વિધાન પરિષદના બેઠકમાં ભાગ લેવા માટે આવનારાઓની કોવિડ ટેસ્ટ થાય છે. તસવીર : આશિષ રાજે
વિધાનભવનના પરિસરમાં ​વિધાન પરિષદના બેઠકમાં ભાગ લેવા માટે આવનારાઓની કોવિડ ટેસ્ટ થાય છે. તસવીર : આશિષ રાજે

નર્સીસ અને મેડિકલ સ્ટાફે લાંબા વખતની માગણીઓ ન સંતોષાય તો આવતી કાલે (૮ સપ્ટેમ્બરે) એક દિવસની હડતાળની ધમકી આપી છે. વિધાન મંડળના સત્રના અનુસંધાનમાં વિધાન ભવન ખાતે ડ્યુટી કરતા મેડિકલ સ્ટાફ-નર્સીસ એ માગણીઓના અનુસંધાનમાં કાળી પટ્ટી પહેરીને હાજરી આપી રહ્યા છે. વિધાન મંડળના સત્રમાં હાજરી આપનારા સભ્યો અને સરકારી કર્મચારીઓ પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે.

વિધાન ભવન ખાતે ડ્યુટી કરતા મેડિકલ સ્ટાફની સભ્ય એક નર્સે જણાવ્યું હતું કે ‘નર્સીસ અને મેડિકલ સ્ટાફના સંગઠનોએ વધુ કર્મચારીઓની ભરતી, એડિશનલ સૅફ્ટી અલાવન્સ અને સેલ્ફ ક્વૉરન્ટીન માટે સલામતી માટે સાત દિવસની રજા, મેડિકલ સ્ટાફને ડેટા એન્ટ્રી તથા અન્ય ક્લેરિકલ ડ્યુટી સોંપવાનું બંધ કરવું વગેરે અનેક માગણીઓના નીવેડો નહીં આવવાને કારણે હડતાળની ધમકી આપી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK