મુંબઈ : રસ્તાના ખાડાએ યુવા આર્ટ ડિરેક્ટરનો ભોગ લીધો

Published: 27th September, 2020 10:16 IST | Mumbai Correspondent | Mumbai

ભિવંડી-વસઈ રોડ પર કાલવાર ગામ પાસે બાઇકનું બૅલૅન્સ જતાં ડિવાઇડર સાથે અથડાતાં થયો જીવલેણ અકસ્માત

ભિવંડી વસઈના રસ્તામાં પડેલા આવા ખાડાઓને લીધે આર્ટ ડિરેક્ટર હર્ષ સિંહનું મૃત્યુ થયું.
ભિવંડી વસઈના રસ્તામાં પડેલા આવા ખાડાઓને લીધે આર્ટ ડિરેક્ટર હર્ષ સિંહનું મૃત્યુ થયું.

ભિવંડી-વસઈ રોડ પર કાલવાર ગામ પરિસરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઇકનું ખાડાને કારણે બૅલૅન્સ જવાથી એ ડિવાઇડર સાથે અથડાવાના અકસ્માતમાં ૨૬ વર્ષના એક આર્ટ ડિરેક્ટરે જીવ ગુમાવ્યો હતો. શાસન ટોલ વસૂલી કરે છે, પરંતુ રસ્તાના ખાડા ન ભરાતા હોવાથી આવા અકસ્માતમાં અનેક લોકોના જીવ જાય છે.

accident

૨૬ વર્ષના આર્ટ ડિરેક્ટર હર્ષ વિનોદ સિંહ નાયગાંવમાં શૂટિંગનું લૉકેશન જોવા માટે ભિવંડી-વસઈ માર્ગ દ્વારા તે પોતાની રૉયલ ઇનફિલ્ડ લઈને જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત તેને નડ્યો હતો. જોકે અકસ્માતમાં હર્ષના માથામાં ગંભીર ઈજા થવાથી તેણે જીવ ગુમાવ્યો હતો.

આ બનાવની નોંધ ભોઇવાડા પોલીસે લીધી છે. ઉલ્લેખનીય છે કે ભિવંડી તાલુકામાં મારકોલીથી ચિંચોટી રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડાઓ થઈ ગયા છે, જેને કારણે લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી થાય છે. ખાડાઓને લીધે પહેલા પણ કેટલાક જીવલેણ અકસ્માત થયા હોવાનું મનાય છે. આ ચોમાસાના પહેલાં વરસાદમાં અહીંના ગ્રામીણજનોએ ખાડાના વિરોધમાં રસ્તા પર ઊતરીને આંદોલન સુધ્ધાં કરીને આ માર્ગનો ટોલ નાકા બંધ પણ કર્યો હતો. એ વખતે પ્રશાસને ખાડા પુરવાનું આશ્વાસન આપીને આંદોલન પાછું લેવાનું કહ્યું હતું, પરંતુ હજી સુધી ખાડા ભરાયા નથી અને યુવા આર્ટ ડિરેક્ટર હર્ષ સિંહ એનો ભોગ બન્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK