મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી એને નિયંત્રણમાં લાવવા માટે મહાવિકાસ આઘાડી સરકાર મથામણ કરી રહી છે ત્યારે સરકારના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે સહિત ટોચના નેતાઓ આ વાઇરસની ઝપટમાં આવ્યા છે. રાજેશ ટોપે ઉપરાંત જયંત પાટીલ, એકનાથ અને રક્ષા ખડસે, બચ્ચુ કડુ અને રાજેન્દ્ર શિંગણે કોવિડથી સંક્રમિત થવાથી તેઓ ક્વૉરન્ટીન થયાં હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં ફરી કોવિડના કેસમાં વધારો થયો હોવાથી એને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આવા સમયે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારના આરોગ્યપ્રધાન સહિતના પ્રધાનો સંક્રમિત થયા હોવાથી ચિંતા વધી છે.
આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ શુક્રવારે મોડી રાત્રે તેઓ સંક્રમિત થયા હોવાનું જણાવ્યા બાદ ગઈ કાલે બપોરે રાજ્યકક્ષાના પ્રધાન બચ્ચુ કડુએ પણ પોતે કોવિડ પૉઝિટિવ થયા હોવાની ટ્વીટ કરી હતી. તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડનાં લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની ભલામણ કરી હતી.
Twitter કરશે કોવિડ વેક્સિન વિશે ખોટી સૂચના ફેલાવતા ટ્વિટ્સ વિરૂદ્ધ કાર્યવાહી
2nd March, 2021 11:36 ISTMumbai: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના બહારથી જ ભક્તોએ કર્યા બાપ્પાના દર્શન
2nd March, 2021 11:10 ISTવૅક્સિન બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પર ચીની હૅકર્સનો હુમલો
2nd March, 2021 10:11 ISTજે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 IST