Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજકારણીઓને હવે સસ્તા ભાવે જમીન નથી મળવાની

રાજકારણીઓને હવે સસ્તા ભાવે જમીન નથી મળવાની

10 February, 2016 03:38 AM IST |

રાજકારણીઓને હવે સસ્તા ભાવે જમીન નથી મળવાની

રાજકારણીઓને હવે સસ્તા ભાવે જમીન નથી મળવાની



mumbai graund


સરકારી જમીનો રાજકારણીઓનાં ટ્રસ્ટો, ધર્માદા સંસ્થાઓ અને શિક્ષણસંસ્થાઓને સાવ ચણા-મમરાના ભાવે ફાળવવાની જૂની નીતિ રાજ્ય સરકારે રદબાતલ કરી છે. ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિનીના ટ્રસ્ટને સસ્તા ભાવે જમીન ફાળવ્યા પછી સરકાર વિવાદમાં ફસાયા પછી એ પૉલિસી કૅન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે સરકાર સંબંધિત વિસ્તારમાં જમીનના રેડી રેક્નર મુજબના બજારભાવ ચાર્જ કરી શકશે.

વરિષ્ઠ સરકારી અધિકારીએ આ નિર્ણય બાબતે જણાવ્યું હતું કે ‘રાહતના દરે જમીનફાળવણીની જોગવાઈ ચાલતી રહેશે. નવી પૉલિસી ટૂંક સમયમાં પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે. રાહત કોને અને કેવા સંજોગોમાં આપવી એ બાબતની પૉલિસી અમલમાં ન આવે ત્યાં સુધી કોઈ નવી જમીનની ફાળવણી કરવામાં નહીં આવે.’

આ પૉલિસી પાછલી તારીખથી અમલમાં આવનાર નહીં હોવાનું મહેસૂલ વિભાગના પ્રધાન એકનાથ ખડસેએ જણાવ્યું હતું. એથી હેમા માલિનીને કરવામાં આવેલી જમીનની ફાળવણીને કોઈ અસર નહીં થાય.

૧૯૮૪ના સરકારી નિર્ણયમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક હેતુસર ફાળવણી જમીનના ૧૯૭૬ના ભાવ પ્રમાણે કરવાની જોગવાઈ છે. આ નિયમ પ્રમાણે જમીન માગનારા મુખ્યત્વે વગદાર અને સાધનસંપન્ન રાજકારણીઓ હોય છે. ભાવતાલ-સોદા એ રાજકારણીઓ નક્કી કરે અને સૌથી ઓછા દર પ્રમાણે અધિકારીઓ ચાર્જિસની ગણતરી કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં જમીન માગતાં ટ્રસ્ટોએ પણ વધારે નાણાં ચૂકવવાં પડશે. હાઇવે નજીકની જમીનોના ભાવ ખેતીની જમીનના ઓછા રેટ મુજબ નહીં પણ કમર્શિયલ રેટ પ્રમાણે રહેશે.

હેમા માલિનીને અંધેરીમાં વિલેજમાં ડાન્સ-સ્કૂલ સ્થાપવા માટે ૨૦૦૦ ચોરસ મીટરનો પ્લૉટ ૭૦,૦૦૦ રૂપિયાની કિંમતે ફાળવવામાં આવ્યો છે. બજારભાવ પ્રમાણે એ જગ્યાની કિંમત પચાસ કરોડ રૂપિયા થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2016 03:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK