મહારાષ્ટ્ર રાજ્યના ૨૦ લાખ સરકારી કર્મચારીઓ આજે હડતાળ પર
Published: 15th November, 2011 08:04 IST
સરકારી કર્મચારીઓની માગણીઓ પર રાજ્ય સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોવાથી રાજ્યના વીસ લાખ જેટલા કર્મચારીઓએ આજે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. પોતાની માગણીઓ માટે સંગઠને અનેક નિવેદનો આપ્યાં હોવા છતાં સરકારનો પ્રતિસાદ ન મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ મઝદૂર યુનિયનના પ્રેસિડન્ટ શરદ રાવ પણ કર્મચારીઓના હડતાળના નિર્ણયના સપોર્ટમાં છે. ધ સ્ટેટ ગવર્નમેન્ટ એમ્પ્લૉઇઝ મધ્યવર્તી ઑર્ગેનાઇઝેશન, મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ એમ્પ્લૉઈ અસોસિએશન અને ધ સ્ટેટ ગવર્નમેન્ટ ઍન્ડ સેમી ગવર્નમેન્ટ ટીચર્સ ઑર્ગેનાઇઝેશન આ હડતાળમાં ભાગ લેવાનાં છે.
મંત્રાલય અને રાજ્ય સરકારની બીજી ઑફિસોમાં બુધવારે આ બાબતે મીટિંગ પણ રાખવામાં આવી હતી. હડતાળને કારણે મંત્રાલય, સ્ટેટ હેડક્વૉર્ટર્સ અને સ્ટેટ ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશનોને અસર પડી શકે છે. મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘અંદાજે ૭૩ ટકા રેવન્યુ સૅલેરીમાં જવાબદાર છે અને આ અમાઉન્ટ વધતી જ જતી હોય છે. સરકારને આ પરવડી શકતું નથી. અમને ડેવલપમેન્ટ સ્કીમ માટે અને ગરીબોની સ્કીમ માટે પૈસાની જરૂર છે. અમે એવી આશા રાખીએ છીએ કે દસ ટકા સ્ટાફ વૉલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ લઈ લે.’
મુખ્ય માગણીઓ શું છે?
છેલ્લા ૩૫ મહિનાના ડિયરનેસ અલાવન્સ (ડીએ)ની ચુકવણી, ક્લાસ ૩ અને ૪માં ખાલી ૪૦ ટકા જગ્યાની ભરતી તેમ જ આ ક્લાસના કર્મચારીઓ માટે નિવૃત્તિની એજ ૫૮થી વધારીને ૬૦ કરવાની માગણીનો સમાવેશ છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK