ઉદ્ધવ સરકારે ગવર્નરને ન આપી સરકારી પ્લેનના ઉપયોગની પરવાનગી, થયું આ...

Published: 11th February, 2021 15:01 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જ્યપાલને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. લોકો આ સરકારને સત્તામાંથી બહાર કરી દેશે. એટલું જ નહીં, ભાજપ નેતાએ કહ્યું કે સરકારે રાજ્યપાલની માફી માગવી જોઇએ.

તસવીર સૌજન્ય મિડ-ડે
તસવીર સૌજન્ય મિડ-ડે

મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshiyari) વચ્ચે વિવાદ ફરી એકવાર વધી ગયો છે. સરકાર દ્વારા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshiyari) ને હવાઇ યાત્રાની પરવાનગી આપવાની ના પાડી દીધી છે. રાજ્યપાલ ગુરુવારે જ્યારે ઉત્તરાખંડ (Uttarakhand) જવા માટે મુંબઇ ઍરપૉર્ટ (Mumbai Airport) પહોંચ્યા તો પાઇલટે ઉડ્ડાણ ભરવાની ના પાડી દીધી. આને લઈને ભાજપ (BJP Leader) નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે રાજ્યપાલને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. લોકો આ સરકારને સત્તામાંથી બહાર કરી દેશે. એટલું જ નહીં, ભાજપ નેતાએ કહ્યું કે સરકારે રાજ્યપાલની માફી માગવી જોઇએ.

ભાજપ નેતાએ કહ્યું કે જો રાજ્યપાલના વિમાનને સરકાર પરવાનગી આપવાની ના પાડી શકે છે તો આ માનહાનિકારક છે. લોકતંત્ર માટે પણ આ યોગ્ય નથી. જો સરકાર દ્વારા આવું કરવામાં આવ્યું છે, તો તેમણે માફી માગવી જોઇએ. હકીકતે, રાજ્યપાલને ગુરુવારે રાજ્ય સરકારના વિમાન દ્વારા દેહરાદૂન જવું હતું. જ્યારે તે મુંબઇ ઍરપૉર્ટ પહોંચ્યા, તો તેમને કહેવામાં આવ્યું કે તેમને આ વિમાનથી જવાની પરવાનગી નથી. તેમણે હવે દેહરાદૂન માટે એક કમર્શિયલ ફ્લાઇટ બુક કરી લીધી છે.

ઉત્તરાખંડ જઈ રહ્યા હતા રાજ્યપાલ કોશ્યારી
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ઉત્તરાખંડના પ્રવાસ પર જઈ રહ્યા હતા. તેઓ તે સમયે સરકારી વિમાનમાં હતા. જો કે, ખબર પડી છે કે ઠાકરે સરકારે રાજ્યપાલના પ્રવાસને પરવાનગી આપી નહોતી. મુખ્યમંત્રી કાર્યાલયે રાજ્યપાલની હવાઇ યાત્રાને પરવાનગી આપી નહીં. ચોંકાવનારી વાત તો એ છે કે રાજ્યપાલ કોશ્યારીને વિમાનમાં ગયા પછી તેમને ખબર પડી કે તેમને આ વિમાનમાં જવાની પરવાનગી નથી.

ઠાકરે સરકારે રીતિ-રિવાજ અને પરંપરાઓ પર કર્યો હુમલોઃ પ્રવીણ દરેકર
ભાજપ નેતા પ્રવીણ દરેકરે કહ્યું, "આ વેર વાળવાની હદ છે. મેં ક્યારેય આવી પ્રતિશોધ લેનારી સરકાર જોઇ નથી. રાજ્યપાલ એક સંવિધાનિક પદ છે, તેની ગરિમાને જાળવી રાખવું જોઇએ, ઠાકરે સરકારે રીતિ-રિવાજો અને પરંપરાઓ પર હુમલો કર્યો છે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK