ભાંડુપની મીઠાના અગરની જમીન પર અનધિકૃત બાંધકામો હટાવવા ઉદ્ધવ ઠાકરેને અરજ

Published: 20th January, 2021 08:12 IST | Ranjeet Jadhav | Mumbai

ભાંડુપ(પૂર્વ)ની મીઠાના અગરની જમીન પર ૨૦૦ કરતાં વધારે વાંસ-લાકડાં અને તાલપત્રીના તેમ જ ઇંટ-રેતી-સિમેન્ટના કેટલાંક બાંધકામો ગેરકાયદે રીતે બંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું

તસવીર: સમીર માર્કન્ડે
તસવીર: સમીર માર્કન્ડે

ભાંડુપ (પૂર્વ)માં મીઠાના અગરની જમીન પર અનધિકૃત બાંધકામો વિશે ‘મિડ-ડે’માં અહેવાલો પ્રકાશિત થયા બાદ પર્યાવરણવાદી નંદકુમાર પવારે એ બાંધકામો હટાવવાનો અનુરોધ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો છે. નંદકુમાર પવાર કાંજુર માર્ગમાં મીઠાના અગરની જમીન પર ગેરકાયદે ઝૂંપડપટ્ટીના વધતા ફેલાવાને મુદ્દે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે.

‘મિડ-ડે’એ ૧૪ જાન્યુઆરીએ પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે જે કેન્દ્ર સરકાર મેટ્રો કારશેડ માટે કાંજુર માર્ગની મીઠાના અગરની ૧૦૨ એકર જમીનના ઉપયોગને મંજૂર કરતી નથી, એ કેન્દ્ર સરકાર ભાંડુપની મીઠાના અગરની જમીન પર અતિક્રમણ તરફ આંખ આડા કાન કરે છે. અહેવાલમાં ભાંડુપ(પૂર્વ)ની મીઠાના અગરની જમીન પર ૨૦૦ કરતાં વધારે વાંસ-લાકડાં અને તાલપત્રીના તેમ જ ઇંટ-રેતી-સિમેન્ટના કેટલાંક બાંધકામો ગેરકાયદે રીતે બંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. નંદકુમાર પવારે ભાંડુપ(પૂર્વ)ના શ્યામનગર-હેમા પાર્ક વિસ્તારના એ અનધિકૃત બાંધકામો હટાવવા માટે આદેશ આપવાનો મુખ્ય પ્રધાનને અનુરોધ કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK