જયા બચ્ચનને કોનાથી ખતરો છે?

Published: Sep 16, 2020, 15:07 IST | Gujarati Mid-day Online Correspondent

સંસદમાં તેમના નિવેદન બાદ સોશ્યલ મીડિયામાં ધમકી મળતી હોવાથી મહારાષ્ટ્ર સરકારે સિક્યોરિટી વધારી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા (Jaya Bachchan) બચ્ચને સંસદના ચોમાસા સત્રમાં પોતાનો રોષ વ્યક્ત કરી ઝળહળતાં નિવેદનો આપતા તેમને સોશ્યિલ મીડિયામાં ધમકીઓ મળી રહી છે.

ભોજપુરી અભિનેતા તેમજ ગોરખપુર સાંસદ રવિ (Ravi Kishan)કિશન પર લોકસભા સત્રમાં નિશાનો સાધ્યો હતો. જયા બચ્ચને રવિ (Ravi kishan) કિશનું નામ લઈને કહ્યું કે બોલીવુડ (Bollywood)ને બદનામ કરવામાં આવી રહ્યું છે. આને બદનામ કરવામાં એ લોકો સામેલ છે જે થાળીમાં ખાય છે તેને જ વીંધે છે. આ અયોગ્ય છે." કંગના (Kangana Ranaut) રનોટનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યો છે. બચ્ચને કહ્યું કે, "જે લોકોએ ફિલ્મ (Film Industry) ઇન્ડસ્ટ્રીમાંથી નામ કમાવ્યું, તે હવે આને ગટર (Gutter) કહી રહ્યા છે. હું આનાથી બિલ્કુલ સહેમત નથી."

તેમના આ નિવેદન બાદ તેમને સોશ્યલ મીડિયામાં ઘણી ધમકીઓ મળી રહી છે. તેથી અમિતાભ બચ્ચન, જયા, અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા જે બે બંગલામાં રહે છે ત્યાં મહારાષ્ટ્ર સરકારે ‘પેરામીટર સિક્યોરિટી’ વધારી છે. સાવચેતીભર્યું વલણ અપનાવતા સિક્યોરિટી વધારી દેવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

સોશ્યલ મીડિયામાં તેમને ભલે ધમકી મળતી હોય પરંતુ તાપસી પન્નૂ, દિયા મિર્ઝા, જેનેલિયા દેશમુખ, સોનમ કપૂર, ફિલ્મનિર્માતા અનુભવ સિન્હા, શબાના આઝમીએ જયા બચ્ચનના નિવેદનને ટેકો આપ્યો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK