મહારાષ્ટ્ર: હવે ગરીબ બાળકો ભણી શકશે ઑનલાઇન ક્લાસ, મોબાઇલ લાઇબ્રેરી શરૂ

Published: 18th October, 2020 17:18 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મુંબઇ મ્યુનિસિપલ એન્ડ પ્રાઇવેટ ઉર્દૂ ટીચર્સ યૂનિયને મુંબઇમાં એવા બાળકો માટે એક મોબાઇલ ફોન લાઇબ્રેરી શરૂ કરી છે. જે એકદમ ફ્રી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાવાયરસ સંક્રમણને કારણે ઑનલાઇન ક્લાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આજે પણ દેશમાં એવા અનેક બાળકો છે જેમના માતા-પિતા ગરીબાઇને કારણે ફોન અને લૅપટૉપની સુવિધા આપી શકતા નથી. એવામાં તેમને આર્થિક રૂપે નબળા વર્ગના બાળકોને લેપટૉપ અને સ્માર્ટફોન ન મળવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે તેમનું ભણતર અટકાયેલું છે. આ બધી વસ્તુઓ જોતાં, મુંબઇ મ્યુનિસિપલ એન્ડ પ્રાઇવેટ ઉર્દૂ ટીચર્સ યૂનિયને મુંબઇમાં એવા બાળકો માટે એક મોબાઇલ ફોન લાઇબ્રેરી શરૂ કરી છે. જે એકદમ ફ્રી છે.

આ લાઇબ્રેરી મુંબઇના ઇમામવાડા ક્ષેત્રમાં કક્ષા 1થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરી છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ, જે મોબાઇલ ફોન ખરીદી શકતા નથી, હવે 'ફ્રી ડિજિટલ ઑનલાઇન મોબાઇલ એજ્યુકેશન લાઇબ્રેરી'ના માઘ્યમથી ઑનલાઇન ક્લાસમાં ભાગ લઈ રહ્યા છે. 22 વિદ્યાર્થીઓ ક્લાસમાં ભાગ લેવા માટે માં સામેલ થયા છે.

લાઇબ્રેરીના સેન્ટર ઇન્ચાર્જ શાહિના સઈદે કહ્યું કે, "કેટલાક વિદ્યાર્થીઓ પાસે કાં તો મોબાઇલ ફોન નથી અને કાં તો તેમના ઘરે માત્ર એક જ મોબાઇલ ફોન છે, એટલે અમે એક ફ્રી મોબાઇલ લાઇબ્રેરી ક્લાસ શરૂ કરવાનો વિચાર કર્યો."

"વિદ્યાર્થીઓને ઑનલાઇન ભણાવવામાં આવે છે અને તેમનું સિલેબસ પૂરું કરવામાં આવે છે. વર્ગો સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ચાલે છે. તેમણે" તેમણે કહ્યું કે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખતા સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SoP)નું પાનલ પણ કરવામાં આવી રહ્યું છે. જણાવવાનું કે, આ લાઇબ્રેરી વર્તમાનમાં વિદ્યાર્થીઓને 10 સ્માર્ટફોન અને મફત વાય-ફાય સુવિધા આપે છે.

જેજે હૉસ્પિટલ પાસે એક ચૉલમાં રહેનારી આયશા અહમદે કહ્યું, "હવે હું સમયસર મારા લેક્ચરમાં સામેલ શઈ શકું છું. હું 10મા ધોરણમાં છું અને ઘણીવાર મારા ઑનલાઇન ક્લાસ પણ છૂટી જતા હતા. અમારી પાસે ઘરે ફક્ત એક મોબાઇલ ફોન છે."

જણાવવાનું કે, ઑનલાઇન મોબાઇલ લાઇબ્રેરી સેન્ટરની વધુ બે બ્રાન્ચ મુંબઇના બાન્દ્રા અને સાકીનાકા ક્ષેત્રોમાં કેન્દ્ર ઇન્ચાર્જ પ્રમાણે ઝડપથી શરૂ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK