ડ્રાય-ડેમાં પણ મુંબઈમાં દારૂની રેલમછેલ

Published: 15th October, 2014 02:25 IST

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ૧૩ ઓક્ટોબર, સોમવારની સાંજથી બુધવારે સાંજે છ વાગ્યે મતદાન સંપન્ન થઈ જાય ત્યાં સુધી રાજ્યમાં ત્રણ દિવસ ડ્રાય-ડે ઘોષિત થયેલા છે, પરંતુ ચૂંટણીના દિવસોમાં ગેરકાયદે દારૂની રેલમછેલ અટકી હોવાનું લાગતું નથી.


ગઈ કાલ સાંજ સુધીમાં એટલે કે ૨૪ કલાકમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે ગેરકાયદે દારૂના ૩૯ કેસ નોંધ્યા હતા, જેમાંથી સોમવારે તળ મુંબઈમાં નવ કેસ અને ગઈ કાલે સાંજ સુધીમાં સબર્બ્સમાં ૩૧ કેસ પકડાયા હતા.

જોકે દારૂની ગેરકાયદે હેરાફેરીના મામલે સબર્બ્સ કરતાં તળ મુંબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં જણાઈ રહી છે, કેમ કે ત્યાં નોંધાયેલા તમામ નવ કેસ સોમવારે પકડાયા હતા. તળ મુંબઈમાંથી ૬૮,૮૦૭ રૂપિયાની કિંમતનો ૩૭૫ બલ્ક લિટર દારૂ પકડાયો છે અને તમામ કેસોમાં આરોપીઓની ધરપકડ થઈ છે. મંગળવારે પણ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની ટીમો બાજનજર રાખી રહી હતી, પરંતુ સાંજ સુધીમાં એક પણ કેસ પકડાયો નહોતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK