ચૂંટણીના ચમકારા

Published: 21st October, 2014 04:58 IST

વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈના પૉશ મલબાર હિલ એરિયાના વોટર્સે નન ઑફ ધ અબવ (NOTA)ના ઑપ્શનને ચોથા નંબરે પસંદ કર્યો છે.

મલબાર હિલ સીટ પરથી જીતેલા BJPના ઉમેદવાર મંગલ પ્રભાત લોઢાને ૯૭,૮૧૮, શિવસેનાના અરવિંદ દુધવળકરને ૨૯,૧૩૨ અને કૉન્ગ્રેસનાં સુસી શાહને ૧૦,૯૨૮ મતો મળ્યા હતા. ત્યાર બાદ ચોથા નંબરે સૌથી વધુ ૧૨૭૯ મત NOTAના ઑપ્શનને મળ્યા હતા.

રાજ્યમાં સૌથી ઓછા માત્ર ૭૭ મતે હાર-જીતનો નિર્ણય શ્રીવર્ધન સીટ પર થયો હતો. આ સીટ પર વિજેતા બનેલા NCPના અવધૂત તટકરેને ૬૧,૦૩૮ વોટ મળ્યા હતા અને તેની સામે હારેલા  શિવસેનાના રવિ મુંડેને ૬૦,૯૬૧ મતો મળ્યા હતા.

કોલ્હાપુરના એક જ પરિવારની ત્રણ વ્યક્તિ અલગ-અલગ પાર્ટીની સંસદસભ્ય, વિધાન પરિષદની સભ્ય અને હવે વિધાનસભ્ય બની છે. કોલ્હાપુર (સાઉથ) સીટ પર BJP તરફથી ચૂંટાયેલા વિધાનસભ્ય અમલ મહાડિકના પપ્પા મહાદેવરાવ કૉન્ગ્રેસ તરફથી વિધાનપરિષદના સભ્ય છે, જ્યારે અમલનો એક કઝિન NCPનો સંસદસભ્ય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK