Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Crisis: શિવસેનાએ ભાજપ પર કર્યો હુમલો, સામનામાં લખ્યો લેખ..

Maharashtra Crisis: શિવસેનાએ ભાજપ પર કર્યો હુમલો, સામનામાં લખ્યો લેખ..

16 November, 2019 01:49 PM IST | Mumbai

Maharashtra Crisis: શિવસેનાએ ભાજપ પર કર્યો હુમલો, સામનામાં લખ્યો લેખ..

કોણ બનાવશે સરકાર?

કોણ બનાવશે સરકાર?


મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ પાર્ટીઓ એકબીજા પર નિશાન બનાવવાનો કોઈ મોકો નથી રહી. હવે શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનમાં સંપાદકીય લેખના માધ્યમથી ભાજપ પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકારના ગઠન માટે નવા સમીકરણો બનતા જોઈને અનેક લોકોના પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો છે. અમને શ્રાપ આપવામાં આવી રહ્યો છે કે સરકાર બની ગઈ તો જોઈએ છે કેટલા દિવસ ટકશે.

જણાવી દઈએ કે, એનસીપી અને શિવસેનાની વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને વાતચીત ચાલી રહી છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પદ પાંચ વર્ષ માટે શિવસેનાનો સાથે જ કોંગ્રેસ એનસીપી બંને દળોને એક-એક નાયબ મુખ્યમંત્રીનું પદ આપવાની વાત ચાલી રહી છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમને નથી લાગતું કે આવી સરકાર છ મહિનાથી વધુ ચાલશે.

ભાજપનો દાવો તેમની પાસે 119 ધારાસભ્યો
ભાજપ પણ મોકાની રાહ જોતી નજર આવી રહ્યું છે.મુંબઈમાં ચાલી રહેલી ભાજપની ત્રણ દિવસીય પ્રદેશ કાર્યકારિણી બેઠકના બીજા દિવસે એટલે કે શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે વાતચીતમાં દાવો કર્યો કે ભાજપ પાસે 119 ધારાસભ્યો છે અને તેમનો સાથ લીધા વિના કોઈની સરકાર બની શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે ભાજપને વિધાનસભા ચૂંટણીમાં 105 બેઠકો મળી છે અને તેઓ 14 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મેળવ્યું હોવાનો દાવો કરી રહ્યો છે.

આ કાયદાનું ઉલ્લંઘન
માનવામાં આવી રહ્યું છે કે શિવસેનાએ ફડણવીસના આ નિવેદન પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ લખ્યું છે કે રાજ્યમાં નવા સમીકરણો બનતા જોઈને કેટલાક લોકોના પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો છે. એ પણ ભવિષ્ય ભાખવામાં આવી રહ્યું છે કે મહાશિવઆઘાડીની નવી સરકાર છે મહિનાથી વધુ નહીં ચાલે. પાર્ટીએ કટાક્ષ કર્યો છે કે આ ધંધો લાભદાયક ભલે હોય પરંતુ અંધશ્રદ્ધાનો કાયદો તોડનારો છે.

ભાજપ પર તીખો હુમલો
શિવસેનાએ કટાક્ષ કરતા કહ્યું કે અમે મહારાષ્ટ્રના માલિક છે એવી માનસિકતાથી બહાર આવવાની જરૂર છે. આ માનસિક અવસ્થા ખતરનાક છે. જેનાથી માનસિક સંતુલન બગડશે અને પાગલપણાનો દોર શરૂ થઈ જશે. શિવસેનાએ એ પણ પુછ્યું છે કે ભાજપ રાજ્યપાલને મળીને જ્યારે સ્પષ્ટ કરી ચુકી છે કે તેની પાસે બહુમતિ નથી તો રાષ્ટ્રપતિ શાસન બાદ તે કેવી રીતે મળી જશે.

આ પણ જુઓઃ જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...



પવારનો પણ દાવો, પાંચ વર્ષ ચલાવશે સરકાર
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, એનસીપી પ્રમુખ શરદ પવારે પણ કાલે ભાજપના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ, એનસીપી, શિવસેનાની આ સરકાર ન માત્ર બનશે, પરંતુ પોતાનો કાર્યકાળ પણ પુરો કરશે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 01:49 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK