આ વર્ષે બર્થ-ડે નહીં ઊજવે ઉદ્ધવ ઠાકરે

Published: Jul 24, 2020, 07:03 IST | Agencies | Mumbai

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ આગામી સપ્તાહે તેમના ૬૦મા જન્મદિનની ઉજવણી નહીં કરે.

ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેઓ આગામી સપ્તાહે તેમના ૬૦મા જન્મદિનની ઉજવણી નહીં કરે. તેમણે જણાવ્યું હતું કે કોઈએ 27 જુલાઈએ તેમના જન્મદિન પર શુભેચ્છા પાઠવવા માટે તેમના નિવાસસ્થાને કે ઑફિસે આવવું ન જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે ‘ફૂલોના હાર પાછળ પૈસા ખર્ચવાને બદલે એ રકમ ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં આપવી જોઈએ. હેલ્થ કૅમ્પ, બ્લડ અને પ્લાઝમા ડોનેશન કૅમ્પનું આયોજન થવું જોઈએ. હું મારા જન્મદિવસ પરની તમામ શુભેચ્છાઓ કોવિડના યોદ્ધાઓને સમર્પિત કરવાનું પસંદ કરીશ.’

આ પણ વાંચો : કોલાબા, ફોર્ટ અને નરીમાન પૉઇન્ટ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ

રાજ્ય હજી પણ કોરોનાવાઇરસ સામે જંગ લડી રહ્યું છે, તે યાદ કરાવતાં તેમણે ઉમેર્યું હતું કે, “આ દિવસે કોઇ પોસ્ટરો અને બેનરો દર્શાવવાં જોઇએ નહીં અને ભીડ પણ જમા થવી જોઇએ નહીં.”

“છેલ્લા ચાર મહિનાથી કરવામાં આવી રહેલા ભગીરથ પ્રયત્નોનાં ફળ મળી રહ્યાં છે, પરંતુ આપણે સજાગ રહેવું પડશે,” તેમ તેમણે ઉમેર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK