Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 10 વર્ષ પહેલાં હરિયાણામાં વેચી દેવાયેલી યુવતીને ઉગારી લેવાઈ

10 વર્ષ પહેલાં હરિયાણામાં વેચી દેવાયેલી યુવતીને ઉગારી લેવાઈ

10 January, 2020 03:38 PM IST | Chandrapur

10 વર્ષ પહેલાં હરિયાણામાં વેચી દેવાયેલી યુવતીને ઉગારી લેવાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના ચંદ્રપુરની પોલીસે ૧૦ વર્ષ પહેલાં અપહરણ કરીને હરિયાણામાં વેચી દેવાયેલી યુવતીને ગઈ કાલે બચાવી હતી. ચંદ્રપુરના રામનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘૧૧ વર્ષની બાળકી હતી ત્યારે તેનું અપહરણ કરીને હરિયાણામાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેને સાત વખત વેચવામાં આવી હતી. તેને ખરીદનારાઓ સાથે જાતીય સંબંધને કારણે ૨૧ વર્ષની તે યુવતીની કૂખે બે બાળકો પણ જન્મ્યાં છે.’ ૨૦૧૦માં જ્હાન્વી રૉય અને સાવિત્રી મજુમદાર નામની બે મહિલાઓ તેનું અપહરણ કરીને હરિયાણાના પાણીપતમાં લઈ ગઈ હતી. ત્યાં એક જણને વેચી દેવામાં આવતાં તે માણસ તેના ફાર્મ હાઉસમાં રાખીને બાળકી પર જાતીય અત્યાચાર કરતો રહ્યો હતો. તે પુરુષના પરિવારના અન્ય એક સભ્યે પણ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી બાળકીને અન્ય સ્થળોના લોકોને પણ વેચવામાં આવી હતી. હરિયાણાના ફતેહાબાદમાં યુવતીને જ્યાં રાખવામાં આવી હતી એ ભાડાની જગ્યાના માલિકે પોલીસને માહિતી આપતાં યુવતીને બચાવી શકાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2020 03:38 PM IST | Chandrapur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK