મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક રશ્મિ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ભાજપના નેતાઓ માટે અખબારમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષા અંગે નિરાશા વ્યક્ત કરી છે.
પાટિલે તેમના પત્રમાં લખ્યું છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ માટે વપરાયેલી ભાષાને કારણે મારે તમને આ પત્ર લખવો પડે છે. સંપાદક હોવાના કારણે તમે તમારા અખબારમાં વપરાયેલી સામગ્રી અને ભાષા માટે જવાબદાર છો."
તેમણે ઉમેર્યું છે કે, "હું એક વ્યક્તિ તરીકે તમને ખૂબ જ સારી રીતે જાણું છું અને મને ખાતરી છે કે તમને પણ આવી ભાષાનો ઉપયોગ કરવાનો કોઇ શોખ નથી."
ચંદ્રકાંત પાટિલે રશ્મિ ઉદ્ધવ ઠાકરેને ભાજપના નેતાઓ માટે તેમના મુખપત્રક સામનામાં ઉપયોગમાં લેવાતી ભાષા પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી હતી.
"જો તમને લાગે કે મારી વિનંતી બરાબર નથી અને તમારા મુખપત્રમાં વપરાયેલી ભાષા યોગ્ય છે તો તમે તેનો ઉપયોગ ખુશીથી કરી શકો છો," તેમણે પોતાના પત્રમાં ઉમેર્યું હતું.
ભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં
16th January, 2021 10:35 ISTશિવસેનાને નીચું દેખાડવા MNSના નેતાએ ગુજરાતીમાં ટ્વીટ કરી કાચું કાપ્યું
13th January, 2021 06:18 ISTસલામતીના મુદ્દે આમનેસામને
11th January, 2021 10:22 ISTબીજેપીના મત તોડવા શિવસેનાએ હવે ગુજરાતી વિસ્તારોને ટાર્ગેટ કર્યા
11th January, 2021 09:38 IST