અમારી માગણી પૂરી કરો, નહીં તો કોરોના વાઇરસથી અમને મારી નાખો

Published: Mar 14, 2020, 08:19 IST | Beed

બીડના પરળીમાં સરકારે એકઠા થવાની મનાઈ ફરમાવી હોવા છતાં ૫૦૦ લોકો અનશન પર બેઠા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક તરફ જીવલેણ કોરોના વાઇરસથી બચવા માટે દુનિયા આખી પ્રયાસ કરી રહી છે ત્યારે બીડના પરળીમાં ૫૦૦ લોકોએ ‘સરકાર અમને કોરોના વાઇરસની રસી આપીને મારી નાખો’ એવી ચોંકાવનારી માગણી કરી છે

મહારાષ્ટ્ર રાજ્ય વીજળી યોજનામાં છેલ્લે ૧૦ વર્ષથી અસ્થાયી રીતે કામ કરી રહેલા પ્રશિક્ષણાર્થીઓ તેમના કુટુંબ સાથે પરલીમાં અનશન પર બેઠા છે. 

એક દાયકાથી કામ કરતા હોવા છતાં સરકાર સતત દુર્લક્ષ સેવી રહી હોવાથી તેમણે ‘અમારી માગણી માન્ય કરો, નહીં તો કોરોના વાઇરસથી મારી નાખો’ એવું બૅનર લગાવીને ઉપવાસ આદર્યા છે.

આ લોકો દ્વારા અનેક વખત પ્રશાસન અને સરકાર સમક્ષ પોતાની મુશ્કેલીની રજૂઆત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતો હોવાથી તેમણે જે વાઇરસથી આજે દુનિયા આખી થરથરે છે એની રસી આપીને પોતાને મારી નાખવાની વિનંતી કરી છે. અમને જીવનદાન આપવું હોય તો અમારી માગણી પૂરી કરવાની વિનંતી તેઓ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK