મહારાષ્ટ્રના ધુળેમાં વૅન પુલ પરથી નીચે પડતાં 7નાં મોત, 24 ઘાયલ

Published: Dec 01, 2019, 14:12 IST | Dhule

મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં એક દર્દનાક દુર્ઘટનામાં સાત લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે ૨૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ધુળેમાં વૅન પુલ પરથી નીચે પડતાં 7નાં મોત
ધુળેમાં વૅન પુલ પરથી નીચે પડતાં 7નાં મોત

મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં એક દર્દનાક દુર્ઘટનામાં સાત લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે ૨૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. શિરુર તાલુકામાં વિન્ચર ગામ પાસે એક પિકઅપ વૅન બોરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના રાત્રે લગભગ બેથી ત્રણ વાગ્યા દરમ્યાન ઘટી હતી. આ અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચી હોવાની જાણકારી મળી છે.

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધુળે જિલ્લાની નજીકની હૉસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અકસ્માત વખતે પિકઅપ વૅન પૂરઝડપે આવી હતી. એવામાં ડ્રાઇવરે વૅન પરનું પોતાનું સંતુલન ગુમાવી દેતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : કાંદિવલી મહાવીરનગરના લોકોને એમજી રોડથી એન્ટ્રી ન મળતાં ટ્રાફિક જૅમ

મૃતકોનાં નામ અને પરિવાર વિશે હજી સુધી કોઈ માહિતી નથી મળી શકી. આ તમામ સાત મૃતકો મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના ખેતરોમાં મજૂરી કરવા માટે જઈ રહ્યા હતા અને તેમનો પરિવાર પણ તેમની સાથે હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK