Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઓબામા ફરી પ્રમુખ બનશે તો સ્ટેજ પર નગ્ન થઈ જશે મડોના

ઓબામા ફરી પ્રમુખ બનશે તો સ્ટેજ પર નગ્ન થઈ જશે મડોના

27 September, 2012 05:31 AM IST |

ઓબામા ફરી પ્રમુખ બનશે તો સ્ટેજ પર નગ્ન થઈ જશે મડોના

ઓબામા ફરી પ્રમુખ બનશે તો સ્ટેજ પર નગ્ન થઈ જશે મડોના




ક્વીન ઑફ પૉપ તરીકે વિખ્યાત મડોનાએ એવી જાહેરાત કરી હતી કે જો બરાક ઓબામા ફરી વાર ચૂંટણી જીતીને પ્રમુખ બનશે તો તે સ્ટેજ પર નગ્ન થઈ જશે. સોમવારે રાત્રે વૉશિંગ્ટનમાં પોતાના શો દરમ્યાન ચાહકોને ઓબામાને વોટ આપવાની અપીલ કરતાં મડોનાએ ઓબામાને વાઇટ હાઉસમાં રહેતા બ્લૅક મુસ્લિમ ગણાવ્યા હતા. બાદમાં મડોનાએ કહ્યું હતું જસ્ટ રમૂજ ખાતર તેણે આ કૉમેન્ટ કરી હતી. મડોનાનું કહેવું હતું કે ઓબામા સજાતીય સંબંધો ધરાવતા લોકોને સપોર્ટ કરે છે તેથી લોકોએ ઓબામાને વોટ આપવો જોઈએ.

અગાઉ પોતાની પીઠ પર ઓબામાના નામનું ટૅટૂ ચીતરાવનાર મડોનાએ કહ્યું હતું કે જો ઓબામા બીજી ટર્મ માટે ચૂંટાશે તો તે તમામ કપડાં કાઢી નાખશે. ઓબામાને બ્લૅક મુસ્લિમ ગણાવવા બાબતે સ્પષ્ટતા કરતાં મેડોનાએ કહ્યું હતું કે ‘મને ખબર છે કે તે ખ્રિસ્તી છે, પણ ઘણા લોકો એવું માને છે કે તે મુસ્લિમ છે. હું એમ કહેવા માગું છું કે સારો માણસ ભલે ગમે તે ધર્મનો હોય તે સારો જ રહેવાનો છે. ઓબામાનો શું ધર્મ છે એની મને પરવા નથી અને બીજા કોઈએ પણ એની પરવા કરવી જોઈએ નહીં.’

પૉપસ્ટાર મડોના અમેરિકાના પ્રમુખની ફૅન છે. છેલ્લા છ મહિનામાં જ્યાં પણ શો કર્યા છે ત્યાં મડોનાએ ઓબામાને વોટ આપવાની અપીલ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2012 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK