મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાથી સમાચાર છે, જ્યાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોનાં મોત થયાં છે. જ્યારે પાંચથી સાત લોકોને ગંભીર હાલતમાં ઈલાજ માટે હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ૧૧ જાન્યુઆરીની સવારે સૌથી પહેલો કેસ બાગચીના પોલીસ સ્ટેશન ક્ષેત્રના માનપુર ગામથી સામે આવ્યો હતો. અહીં ઝેરી દારૂ પીવાથી એક વ્યક્તિની હાલત બગડી ગઈ ત્યારબાદ પરિવારજનો ગંભીર હાલતમાં તેને ગ્વાલિયર લઈને ગયા ત્યાં રસ્તામાં તેણે દમ તોડી દીધો. વ્યક્તિનું શબ લઈને જ્યારે પરિવારજનો ગામ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ગામમાં દારૂ પીવાના કારણે ઘણા બીજા લોકોની તબિયત પણ બગડી ગઈ છે.
થોડી વાર બાદ વધુ ૬ લોકોનાં પણ મોત થયાં ત્યારબાદ સૂચના મળતાં સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ અને બીમાર લોકોને મુરૈના જિલ્લા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં વધુ ત્રણ લોકોના ઈલાજ દરમ્યાન મોત થયાં હતાં.
બર્ડ ફ્લૂનો આતંક : મધ્ય પ્રદેશના 41 જિલ્લામાં 1500 પક્ષીઓનાં મોત
13th January, 2021 07:21 ISTભોપાલમાં ધોતી-મુંડુ પહેરીને પંડિતો રમ્યા ક્રિકેટ, મૅચની કૉમેન્ટરી આપી સંસ્કૃતમાં
13th January, 2021 05:31 ISTCM શિવરાજે કંગનાને કહી દેશભક્ત કલાકાર, અહીં જુઓ અભિનેત્રીનું ટ્વીટ
10th January, 2021 10:38 ISTમધ્ય પ્રદેશની પત્નીએ પ્રેમિકા પાસેથી દોઢ કરોડ રૂપિયા લઈ પતિને આપ્યા છૂટાછેડા
7th January, 2021 08:59 IST