Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MP રાજ્યપાલ-BJPના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન,UPમાં રાજકીય શોક

MP રાજ્યપાલ-BJPના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન,UPમાં રાજકીય શોક

21 July, 2020 09:02 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

MP રાજ્યપાલ-BJPના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન,UPમાં રાજકીય શોક

મધ્યપ્રદેશ રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન

મધ્યપ્રદેશ રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન


મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના રાજ્યપાલ, લખનઉ(Lucknow)ના પૂર્વ સાંસદ અને ભાજપ(BJP_ના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા લાલજી ટંડન(Lalji Tandon)નું મંગળવારે સવારે નિધન થયું છે. લાલજી ટંડન 12 જૂનથી હૉસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધન પર ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ભાજપથી લઈને બીએસપી સુધીના ઘણાં મોટા નેતાઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પણ લાલજી ટંડન(Lalji Tandon)ના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

જાણો શું લખ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, "લાલજી ટંડનને તેમની સમાજ સેવા માટે હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે ભાજપને યૂપીમાં મજબૂત કરવામાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. તેમણે એક પ્રભાવી પ્રશાસક તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી, હંમેશાં લોક કલ્યાણને મહત્વ આપ્યું. તે સંવૈધાનિક બાબતોના સારા જાણકાર હતા. અટલજી સાથે તેમના ઘણાં સારા અને નિકટતાના સંબંધો રહ્યા. હું તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું."




સીએમ યોગીએ શું લખ્યું?
યૂપી સીએમ યોગી આદિત્યનાથે લખ્યું, "લાલજી ટંડનજીના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના નિધન થકી દેશને એક લોકપ્રિય જનનેતા, યોગ્ય પ્રશાસક તેમજ પ્રખર સમાજ સેવીનું નુકસાન થયું છે. તે લખનઉનો પ્રાણ રહ્યા. ઇશ્વર પાસે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવાર સાથે છે."


રક્ષા મંત્રી રાજનાથ સિંહ
લખનઉના સાંસદ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, "સ્વભાવથી ખૂબ જ મળતાવળા ટંડનજી કાર્યકર્તાઓ વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય હતા. વિભિન્ન પદો પર રહ્યા છતાં તેમણે જે વિકાસ કાર્યો કર્યા અને કરાવ્યા તેની પ્રશંસા આજે પણ લખનઉ અને ઉત્તર પ્રદેશના લોકો કરે છે. ઇશ્વર સમસ્ત શોક સંતપ્ત પરિવારને દુઃખની આ ક્ષણે ધૈર્ય અર્પે. ઓમ શાંતિ."

સ્મૃતિ ઇરાનીએ પણ લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યું છે.

સ્મૃતિ ઇરાની સિવાય નોએડા વિધેયક અને રાજનાથ સિંહના દીકરા પંકજ સિંહે આ રીતે ટંડનજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

માયાવતીએ તેમના માટે લખ્યું છે કે, ટંડનજી ખૂબ જ સામાજિક, મળતાવળાં અને સંસ્કારી હતા, તેમની સારવાર દરમિયાન આજે લખનઉમાં નિધન થવાના સમાચાર ખૂબ જ દુઃખદ તેમજ તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ.

ઘણાં સમયથી બીમાર હતા લાલજી ટંડન
રાજ્યપાલ લાલજી ટંડનના લીવરમાં તકલીફ અને યૂરિનમાં મુશ્કેલીના સમાચાર સાથે તાવની ફરિયાદ પછી તેમને પહેલી વાર 12 જૂને હસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. ત્યાર બાદ યકૃત અને યૂરિન ઇન્ફેક્શનનો ખ્યાલ આવ્યો. 16 જૂને સીએમ યોગી આદિત્યનાથ હૉસ્પિટલમાં તેમને મળવા ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 09:02 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK