Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એવુ તે શું થયું કે તળાવમાં નોટોની પોટલી નાખીને વાહનચાલક ફરાર થઈ ગયો?

એવુ તે શું થયું કે તળાવમાં નોટોની પોટલી નાખીને વાહનચાલક ફરાર થઈ ગયો?

12 May, 2020 03:28 PM IST | Madhya Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એવુ તે શું થયું કે તળાવમાં નોટોની પોટલી નાખીને વાહનચાલક ફરાર થઈ ગયો?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના ખંડવામાં એક અજાયબ ઘટના બની છે. જેને લીધે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે અને પોલીસ વધુ સતર્ક બની ગઈ છે. મધ્ય પ્રદેશના ખંડવાના તળાવમાંથી 500 અને 2000 રૂપિયાની નોટો વાળી પોટલી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. કહેવાય છે કે એક વાહનચાલક આ પોટલી તળાવમાં નાખીને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતિ પ્રમાણે, એક બાળક તળાવમાં માછલી પકડવા ગયો હતો. ત્યારે તેના કાંટામાં માછલીની જગ્યાએ પોટલી ફસાઈને બહાર અવી હતી. આ પોટલી ખોલતાની સાથે તેમાંથી 500 રૂપિયાની અને 2000 રૂપિયાની નોટો નીકળી હતી. બાળક આટલા બધા પૈસા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. દરમ્યાન હવાને લીધે નોટો વિખેરાઈને આસપાસ ઝાડીઓમાં પડી ગઈ હતી. તળાવમાંથી પૈસાની પોટલી મળી હોવાની ખબર જોત જોતામાં આખા ગામમાં ફેલાઈ હતી અને ગામના લોકો તળાવ પાસે એકઠા થવા લાગ્યા હતા. પોલીસને આ બાબતની માહિતિ મળતા જ તેમણે તાત્કાલિક નોટો કબ્જે કરીને સેનિટાઈઝ કરી હતી.



ગામના લોકોનું કહેવું છે કે, સવારના સમયમાં એક વાહન ચાલક આ નોટોની પોટલી તળાવમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે તેણે નોટો ફેંકી ત્યારે ત્યાં મોર્નિંગ વૉક કરી રહેલા એક વ્યક્તિનું તેના પર ધ્યાન પણ ગયું. પરંતુ તેણે આ બાબતને ગંભીરતાથી લીધી નહીં. પણ પોટલીમાંથી નોટો નીકળી છે એ બાબતની જાણ થતા જ મોર્નિંગ વોકરે પોલીસને માહિતિ આપી હતી. મળેલી માહિતિના આધારે પોલીસ વાહનચાલકને શોધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 03:28 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK