આજે 2020ના વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ : રાત્રે 10 વાગ્યા પછી દેખાશે

Published: Jan 10, 2020, 14:51 IST | New Delhi

૧૦ જાન્યુઆરીએ વર્ષ ૨૦૨૦નું પહેલું ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ શુક્રવારે રાતે ૧૦ વાગ્યે ૩૮ મિનિટથી શરૂ થઈને રાતના બે વાગ્યા ૪૨ મિનિટ સુધી ચાલશે.

ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ

૧૦ જાન્યુઆરીએ વર્ષ ૨૦૨૦નું પહેલું ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ શુક્રવારે રાતે ૧૦ વાગ્યે ૩૮ મિનિટથી શરૂ થઈને રાતના બે વાગ્યા ૪૨ મિનિટ સુધી ચાલશે. ૧૦ જાન્યુઆરીએ થનારું ચંદ્રગ્રહણ માંદ્ય ચંદ્રગ્રહણ થશે. ચંદ્રમાંનો આશરે ૯૦ ટકા ભાગ ડાર્ક હશે. આ ક્રિયામાં ચંદ્રમાંનો કોઈ પણ ભાગ અસરકારક નહીં હોય જેના કારણથી ગ્રહણની સૂતક કાળની અસર રહેશે નહીં.

ભારતમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે. જ્યોતિષ મુજબ જોવામાં આવે તો આ ચંદ્રગ્રહણ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં થશે. ભારત સિવાય આ ચંદ્રગ્રહણ અમેરિકા, કૅનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના જેવા દેશોમાં જોવા મળશે.

આ પણ વાંચો : શિક્ષિકાએ બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ સાથે ચેડાં કરીને યૌનશોષણ કર્યું, વિડિયો બનાવ્યો

ચંદ્રગ્રહણ લાગવાના ૯ કલાક પહેલાં સૂતક લાગી જાય છે, પરંતુ ૧૦ જાન્યુઆરીએ થનારા ચંદ્રગ્રહણમાં સૂતકની અસર નહીં થાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ નથી, આ તો માત્ર ઉપછાયા ચંદ્રગ્રહણ છે. ભારતીય જ્યોતિષ પંચાંગ અનુસાર ઉપછાયા ચંદ્રગ્રહણને એની શ્રેણીમાં રાખવામાં આવતું નથી. આજ કારણ છે કે શુક્રવારે ૧૦ જાન્યુઆરીએ થનારા આ ચંદ્રગ્રહણમાં સૂતક કાળ નહીં હોય. આ સમયમાં દરેક પ્રકારનાં ધાર્મિક કાર્યો કરવા માટે ઇનકાર કરવામાં આવે છે, પરંતુ આ ચંદ્રગ્રહણમાં સૂતક કાળ નહીં લાગે જે કારણથી દરેક પ્રકારનાં ધાર્મિક કાર્યો સંપન્ન થશે અને મંદિરોનાં કપાટ પણ ખુલ્લાં રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK