Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માવતર થયું કમાવતર, માતાએ પુત્રને ચોથા માળેથી ફેંકીને કરી નાખી હત્યા

માવતર થયું કમાવતર, માતાએ પુત્રને ચોથા માળેથી ફેંકીને કરી નાખી હત્યા

23 July, 2019 07:33 PM IST | લખનઉ

માવતર થયું કમાવતર, માતાએ પુત્રને ચોથા માળેથી ફેંકીને કરી નાખી હત્યા

માવતર થયું કમાવતર, માતાએ પુત્રને ચોથા માળેથી ફેંકીને કરી નાખી હત્યા


કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... માવતર કમાવતર ન થાય.. પરંતુ માતા વિશેની આ બધી જ કહેવતોને ખોટી પાડતી ઘટના લખનઉમાં બની છે. લખનઉમાં તો માવતર જ કમાવતર થઈ ગયું. એ પણ ચાર મહિનાના બાળક પ્રત્યે. જી હાં, માત્ર ચાર મહિનાના બાળકને તેની જ માતાએ મોતને ઘાટ ઉતારી ન દીધું. વિશ્વાસ ન આવે તેવી ઘટના છે, પરંતુ આપણા જ દેશના લખનઉમાં આ ઘટના બની છે.

ઘટના કંઈક એવી છે કે એક માતાએ પોતાના જ ચાર મહિનાના બાળકની હત્યા કરી નાખી. ચોંકાવનારી ઘટના ટ્રોમા સેન્ટરમાં બની, જ્યાં એક મહિલાએ ચોથા માળેથી એક બાળકને નીચે ફેંકી દીધું, બાધમાં બાળકના ખોવાઈ જવાની ખોટી વાર્તા ઘડી નાખી અને બૂમાબૂમ શરુ કરી દીધી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. જો કે ટ્રોમા સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે જ આ માતાનો ખૌફનાક ચહેરો સામે આવ્યો. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે.



trauma center case


મળતી માહિતી પ્રમાણે આરોપી મહિલાએ 23 એપ્રિલના રોજ બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મ સાથે જ બાળકનું લિવર ખરાબ હતું, અને તેને પોલિયો પણ થયો હતો. જેને કારણે 26 મેના રોજ ટ્રોમા સેન્ટરમાં બાળકને સારવાર માટે ખસેડાયું હતું. મંગળવારે સવારે જ મહિલાનો પતિ અને તેનો દિયર ટ્રોમા સેન્ટરની બહાર સૂતા હતા, ત્યારે જ મહિલાએ ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી પોતાના ચાર મહિનાના બાળકને નીચે ફેંકી દીધું.

આ પણ વાંચોઃ Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ


તપાસ દરમિયાન પોલીસે ટ્રોમા સેન્ટરના સીસીટીવી ચેક કર્યા અને આરોપી માતા ઝડપાઈ ગઈ. પોલીસના કહેવા પ્રમાણે આરોપી માતાની ધરપકડ કરી લેવાઈ છે, અને પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 07:33 PM IST | લખનઉ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK