રાંધણગૅસના સિલિન્ડરના ભાવમાં ૩ રૂપિયાનો વધારો

Published: 30th October, 2014 05:34 IST

ગવર્નમેન્ટે ડીલરોને અપાતા કમિશનમાં વધારો કર્યા પછી સબ્સિડાઇઝ્ડ કુકિંગ-ગૅસ (LPG)ના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે ડીલર્સને ૧૪.૨ કિલોના સિલિન્ડરદીઠ અપાતા કમિશનમાં ત્રણ રૂપિયાનો વધારો કરીને એ રકમ ૪૩.૭૧ રૂપિયા કરવામાં આવી હતી. એ અનુસંધાનમાં સબ્સિડાઇઝ્ડ LPGના દર પણ એટલા પ્રમાણમાં વધારવામાં આવ્યા હોવાનું નવી દિલ્હી ખાતે સરકારી અધિકારીઓએ જણાવ્યું છે.ડીલર્સનું કમિશન છેલ્લે ડિસેમ્બર ૨૦૧૩માં વધારવામાં આવ્યું હતું. એ વખતે કમિશન સિલિન્ડરદીઠ ૩.૪૬ રૂપિયા વધારીને ૪૦.૭૧ રૂપિયા થયું હતું. આ કમિશન-વૃદ્ધિ ગ્રાહકો પર નાખવાનો ચીલો હોવાથી એ પ્રમાણે ૨૩ ઑક્ટોબરથી ગ્રાહકોએ વધારે રકમ ચૂકવવાની રહેશે. એથી દિલ્હીમાં અગાઉ ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ ૪૧૪ રૂપિયા હતો એ હવે વધારીને ૪૧૭ રૂપિયા થયો છે.

મુંબઈમાં આ સબ્સિડાઇઝ્ડ સિલિન્ડરનો ભાવ અગાઉ ૪૪૮.૫૦ રૂપિયા હતો એ વધારીને ૪૫૨ રૂપિયા કરવામાં આવ્યો છે. ગયા ડિસેમ્બરમાં ડીલરોના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવી એ પૂર્વે ઑક્ટોબર ૨૦૧૨માં ડીલરોને કમિશન-વૃદ્ધિ આપવાને કારણે સિલિન્ડરનો ભાવ ૩૯૯ રૂપિયાથી વધારીને ૪૧૦.૫૦ રૂપિયા કરાયો હતો.

ડીલર્સના કમિશનમાં વધારાને કારણે નૉન-સબ્સિડાઇઝ્ડ LPGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોઈ પણ ગ્રાહક ઓછા ભાવનાં ૧૨ સિલિન્ડર્સ ખરીદે એ પછીના ૧૪.૨ કિલોના દરેક સિલિન્ડરનો ભાવ ૮૮૦ રૂપિયાથી વધારીને ૮૮૩.૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આખા દેશમાં ૧૩,૮૯૬ ગૅસ-ડિસ્ટ્રિબ્યુટર્સને લાભ થશે.    

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK