કેવાયસી ફૉર્મ ન ભરનારા ગ્રાહકોનું એલપીજીનું કનેક્શન કૅન્સલ થશે

Published: 8th December, 2012 08:14 IST

આ મહિનાના અંત સુધીમાં એક કરતાં વધુ એલપીજી કનેક્શન ધરાવતા ગ્રાહકો જો નો યૉર કસ્ટમર (કેવાયસી) ફૉર્મ નહીં ભરે તો તેમનું સબસિડીવાળું એલપીજી કનેક્શન કૅન્સલ કરવામાં આવશે અને તેમની પાસેથી બજારભાવ પ્રમાણે પૈસા લેવામાં આવશે.


સપ્ટેમ્બર મહિનાથી સરકારે પરિવારદીઠ વર્ષે સબસિડીવાળાં માત્ર છ સિલિન્ડર જ આપવાનો નિર્ણય લીધો છે.  એક જ ઘરમાં એક કરતાં વધુ તેમ જ ભૂતિયાં કનેક્શનો શોધી કાઢવા માટેની ઝુંબેશ ઑઇલ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એક જ સરનામા પર

જુદા-જુદા નામે લેવામાં આવેલાં બે કરોડ કરતાં વધુ કનેક્શનો અત્યાર સુધીમાં ઑઇલ કંપનીઓએ શોધી કાઢ્યાં છે.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK