Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: પ્રેમિકાને બાળવા ગયો, પોતે જ આગમાં લપેટાયો, પછી જુઓ...

Mumbai Crime: પ્રેમિકાને બાળવા ગયો, પોતે જ આગમાં લપેટાયો, પછી જુઓ...

08 February, 2021 02:28 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime: પ્રેમિકાને બાળવા ગયો, પોતે જ આગમાં લપેટાયો, પછી જુઓ...

Mumbai Crime: પ્રેમિકાને બાળવા ગયો, પોતે જ આગમાં લપેટાયો, પછી જુઓ...

Mumbai Crime: પ્રેમિકાને બાળવા ગયો, પોતે જ આગમાં લપેટાયો, પછી જુઓ...


દેશની આર્થિક રાજધાની મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકા પર પેટ્રોલ નાખીને જીવતેજીવ આગ લગાડી દીધી. આ દરમિયાન પ્રેમિકાએ પોતાના પ્રેમીને પણ પોતાની ચપેટમાં લઈ લીધો, જેને કારણે આરોપી પ્રેમીનું નિધન થઈ ગયું.

પ્રેમિકા મુંબઇના જેજે હૉસ્પિટલમાં જીવન-મૃત્યુ વચ્ચે જજૂમી રહી છે. આ ઘટનામાં મેઘવાડી પોલીસ પ્રેમી વિજય ખામ્બે પર કેસ નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.



પ્રેમિકાના ઘરે થઈ આ ઘટના
ડીસીપી મહેશ રેડ્ડી પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘટના 6 ફેબ્રુઆરીની રાતની છે. પીડિત મહિલા મુંબઇના જોગેશ્વરી ઇસ્ટના ગાંધી નગર વિસ્તારમાં રહે છે. ઘટનાને દિવસે મહિલા ઘરમાં એકલી હતી.


આ વાતની માહિતી આરોપી પ્રેમીને પહેલાથી જ હતી જેનો ફાયદો પ્રેમીએ ઉઠાવ્યો. બન્ને આરોપી અને પીડિતા એકબીજાને લગભગ અઢી વર્ષથી ઓળખતાં હતા. છોકરીના પરિવારજનોએ આરોપી સાથે તેના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

દારૂ પીને પરેશાન કરતો હતો આરોપી
પીડિતાના પરિવારજનો તરફથી લગ્ન માટે ના પાડી દેવાયા પછી આરોપી ઘણીવાર તેને દારૂ પીને હેરાન કરતો હતો. આ કારણે પીડિતા તેને ઇગ્નોર કરવા લાગી હતી. પ્રેમીની હરકતોથી પરેશાન છોકરીની સ્થિતિ પણ ખરાબ થવા માંડી હતી.


હાલચાલ પૂછવાને બહાને લગાડી આગ
આરોપી પીડિત છોકરીના ઘરે તેની પૃચ્છા કરવા ગયો હતો જ્યારે તે ઘરે એકલી હતી. આરોપી પીડિતાને જીવતી બાળવાના હેતુથી તેને મળવા ગયો હતો. તે પોતાની સાથે એક બૉટલમાં પેટ્રોલ પણ લઈને ગયો હતો.

ત્યાં ગયા પછી બન્ને વાચ્ચે વાતચીત દરમિયાન વિજયે પેટ્રોલથી ભરેલી બૉટલ કાઢી અને પ્રેમિકા પર પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાડી દીધી. જ્યારે પ્રેમિકા બળવા લાગી તો તેણે પ્રેમીને પણ પકડી પાડ્યો જેથી તે પણ આગથી બળવા માંડ્યો.

પાડોશીએએ આગ ઓલવવાનો કર્યો પ્રયત્ન
આગમાં લપેટાયેલા પ્રેમી અને પ્રેમિકા જ્યારે ઘરની બહાર આવ્યા તો આસપાસના લોકોએ આગ ઓલવી અને પાસના ટ્રામા કેઅર હૉસ્પિટલમાં લઈને ગયા. જ્યાં ડૉક્ટરોએ બન્નેને જેજે હૉસ્પિટલમાં રેફર કરી દીધા. શનિવારે સાંજે સારવાર દરમિયાન પ્રેમી વિજય ખામ્બેનું નિધન થઈ ગયું છે. પ્રેમિકા હાલ જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 02:28 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK