ન્યુ યર સેલિબ્રેશનની પાર્ટી એન્જૉય કરવા ગયેલી ૧૯ વર્ષની જ્હાનવી કુકરેજાની હત્યાના કેસની તપાસ કરી રહેલી ખાર પોલીસે કહ્યું છે કે તેનો મૃતદેહ અમને અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના પ્રાઇવેટ પાર્ટ્સનાં સ્વૅબ-સૅમ્પલ તપાસ માટે ફૉરેન્સિક લૅબમાં મોકલાયાં છે. એ ઉપરાંત બન્ને આરોપીઓ શ્રી જોગધનકર અને દિયા પડાળકર ઉપરાતં પાર્ટીમાં જે અન્ય લોકો હાજર હતા તેમનાં બ્લડ-સૅમ્પલ અને ર્સ્મને ચકાસણી માટે મોકલાયાં છે. પોલીસ એ જાણવા માગે છે કે શું પાર્ટીમાં ડ્રગ્સનું સેવન થયું હતું કે નહીં. દરમ્યાન બન્ને આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરાતાં કોર્ટે તેમને ૭ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી ફટકારી છે. પોલીસને કેસ લવ-ટ્રાયેન્ગલનો લાગી રહ્યો છે.
ખારમાં ભગવતી હાઈટ્સ જ્યાં આ ઘટના બની
પોલીસે ફાઇલ કરેલી રિમાન્ડ ઍપ્લિકેશનમાં કહ્યું છે કે મરનારના આખા શરીર પર ઘણાબધા ઉઝરડા જોવા મળ્યા છે. બ્લૅક ડ્રેસમાં તે લોહી નીંગળતી હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવી હતી. તેના વાળનો તૂટેલો ગુચ્છો તેની પાસે પડ્યો હતો. તેને માથામાં ઈજા થઈ હતી. તેના હાથ, હથેળી, પીઠ, ઘૂંટી અને પગ પર અનેક જગ્યાએ ઉઝરડા પડ્યા હતા. એક પોલીસ-ઑફિસરે એમ કહ્યું હતું કે જો કોઈ મહિલાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવે તો તેના ગુપ્તાંગનાં સૅમ્પલ લેવાં એ કૉમન પ્રોસીજર છે.
ખાર પોલીસે પાર્ટીમાં હાજર ૧૨ જણનાં સ્ટેટમેન્ટ લીધાં છે જેમાંથી ચાર જણનાં સ્ટેટમેન્ટનો હાલ રિમાન્ડ ઍપ્લિકેશનમાં ઉલ્લેખ કરાયો છે. શ્રીને માથામાં અને હાથમાં ઈજા થઈ છે જ્યારે દિયાને હોઠ પર ઈજા થઈ છે અને એમાંથી લોહી પણ નીકળ્યું હતું.
પાર્ટીમાં હાજર ૨૨ વર્ષની એક મહિલાએ કહ્યું હતું કે મેં પહેલાં ટેરેસના એક ખૂણામાં શ્રી અને જ્હાનવીને એકમેકમાં ખોવાઈ ગયેલાં જોયાં હતાં. થોડી વાર બાદ દિયા પીધેલી હાલતમાં બહાર સોફા પર સૂતી હતી ત્યારે શ્રી ત્યાં આવ્યો હતો અને તે તેની સાથે કઢંગી હાલતમાં ખોવાઈ ગયો હતો. એ જોઈને જ્હાનવી અપસેટ થઈ ગઈ હતી. જ્હાનવી અને દિયા બન્ને પાડોશી છે.
આરોપી શ્રી જોગધંકર
ખાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર ઑફિસરે કહ્યું કે ‘જ્હાનવીને દિયા અને શ્રી બીજા માળે લઈ આવ્યાં હતાં અને ત્યાર બાદ તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને તેને મારતાં-મારતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી લાવી હતી. તેનું માથું રેલિંગ સાથે ભટકાવાયું છે જેને કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. જોકે શ્રી અને દિયાનું કહેવું છે કે એ વખતે ખરેખર શું બન્યું એ અમને યાદ નથી, કારણ કે અમે દારૂ પીધો હતો. શ્રીએ એમ કહ્યું કે કેતનને એ પણ યાદ નથી કે સાયન હૉસ્પિટલ કઈ રીતે પહોંચ્યો. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં છે જેમાં તે બિલ્ડિંગમાંથી ફાટેલા કપડાંમાં બહાર આવતો દેખાઈ રહ્યો છે.
Mumbai Fire: મુંબઈના સાકી નાકા વિસ્તારના એક દુકાનમાં લાગી ભયંકર આગ
19th January, 2021 17:12 ISTCoronavirus India News: સાત મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા, 137 લોકોનું મોત
19th January, 2021 11:59 ISTઍન્ટિ-નાર્કોટિક્સ સેલે મહિલાને લાખોના ડ્રગ સાથે ઝડપી
19th January, 2021 10:25 ISTઆજથી મુંબઈનાં ૯ સેન્ટર પર ફરી વૅક્સિનેશન શરૂ
19th January, 2021 10:23 IST