Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગામ - વેસ્ટ : ૨૪ ડિસેમ્બરે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મળેલી છૂટને નોખી રીતે માણી

ગોરેગામ - વેસ્ટ : ૨૪ ડિસેમ્બરે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મળેલી છૂટને નોખી રીતે માણી

30 December, 2011 08:37 AM IST |

ગોરેગામ - વેસ્ટ : ૨૪ ડિસેમ્બરે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મળેલી છૂટને નોખી રીતે માણી

ગોરેગામ - વેસ્ટ : ૨૪ ડિસેમ્બરે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મળેલી છૂટને નોખી રીતે માણી



- અલ્પા નિર્મલ

ફ્રેન્ડ્સ ક્લબ, જાગર (એનજીઓ) અને સંસ્કારધામ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના ઉપક્રમે યોજાયેલા આ ડાયરામાં ૧૪૦૦થી વધુ ગોરેગામવાસીઓ ડોલી ઊઠ્યા હતા. ફ્રેન્ડ્સ ક્લબના સંસ્થાપક ચેતન ભટ્ટે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘નવા વર્ષનાં વધામણાં કરવા અમે ગુજરાતી સંસ્કૃતિનાં સંભારણાંને પુન:જાગ્રત કરવાનું વિચાર્યું એટલે ટીના છેડા, સંગ્રામ શમા, ભાવના રાણા, મંગલ ગઢવી, ગોપાલ બારોટ જેવા નામી કલાકારોને નિમંત્રી ભાતીગળ ડાયરાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.’

કાર્યક્રમના મુખ્ય અતિથિ ઉદ્યોગપતિ જવાહર દેશલહરા, બિઝનેસમૅન પ્રવીણ કોઠારી, શ્રી વાગડ વીસા ઓસવાલ ચોવીશી મહાજનના ઉપ-પ્રમુખ કાનજી રીટા, ગોરેગામ ગુજરાતી સમાજના પ્રમુખ અંબુભાઈ પટેલ અને ગોરેગામ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ બિરેન લિમ્બચિયા હતા. સાંજે સાડાછ વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી ગુજરાતી લોકસાહિત્યનાં સુંદર-વીણેલાં ગીતો અને ભજનોએ આબાલ-વૃદ્ધ સૌના મન મોહી લીધા. જાગરના સમીર દેસાઈએ વૉર્ડ નં. ૫૦ (ગોરેગામનો સ્ટેશન રોડ, એમજી રોડ અને સિદ્ધાર્થનગર વિસ્તાર)ના રહેવાસીઓ માટે નિ:શુલ્ક ઍરકન્ડિશન ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ડાયરા દરમ્યાન ભેગી થયેલી રકમને ગૌશાળા અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર પ્રોગ્રામના આયોજનમાં સંસ્કારધામ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય નરેન્દ્ર પટેલ, વેણીશંકર જોશી, પ્રફુલ દેઢિયા, હિતેશ ગઢિયા, ચેતન ભટ્ટ અને સમીર દેસાઈનો સહકાર મળ્યો હતો.

શું કરે છે ફ્રેન્ડ્સ ક્લબ?

૧૯૫૪માં સ્થપાયેલી ફ્રેન્ડ્સ ક્લબ લોકકલ્યાણ હેતુ કાર્યરત છે. મનોરંજન-મદદ અને સેવામાં તત્પર એવી આ સંસ્થા સંસ્કૃતિના જતન માટે વિવિધ કાર્યક્રમો યોજે છે. આ સંસ્થા પરંપરાગત નવરાત્રિનું આયોજન સાથે બટુક ભોજન, દર બે વર્ષે ભાગવત સપ્તાહ, ગાયત્રી યજ્ઞ જેવાં ધાર્મિક અનુષ્ઠાનો પણ કરે છે. આરોગ્યક્ષેત્રે મેડિકલ-કૅમ્પ, મોતીબિંદુના ઑપરેશન, ઍમ્બ્યુલન્સ સેવા સાથે વધેલી અને ન વપરાયેલી દવાઓનું આદિવાસી વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે. આ ગ્રુપ પાસે ૫૦-૬૦ યુવાનિયાઓની ફોજ છે જે મુંબઈની કોઈ પણ હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ દરદીને લોહી આપવા પહોંચી જાય છે. શૈક્ષણિક સ્તરે ફ્રેન્ડ્સ ગ્રુપ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ કરવા ઉપરાંત કમ્પ્યુટર કોર્સિસ શીખવા મદદ કરવામાં આવે છે. નાત-જાતના ભેદભાવ વગર ચાલતી આ સંસ્થામાં ગોરેગામનો કોઈ પણ રહેવાસી ચેતન ભટ્ટ (ફોન: ૯૮૯૨૪૪૨૦૦૬, ૯૮૭૦૦૩૧૮૮૬)નો સંપર્ક કરી મદદ મેળવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 08:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK