લંડનની રિયલ એસ્ટેટ માર્કેટમાં જબરદસ્ત મંદી

Published: 22nd November, 2014 06:05 IST

ફસ્ટ વર્લ્ડના દેશોમાં ધીમે-ધીમે ક્રિસમસનો માહોલ ગરમ થઈ રહ્યો છે, પરંતુ લંડનના રિયલ એસ્ટેટ ડેવલપરોની નાતાલ બગડે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

એ વાત તો સૌ જાણે છે કે લંડન ભયંકર મોંઘું શહેર છે, પરંતુ અત્યારે ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટમાં મકાનોની માગ છેલ્લાં છ વર્ષમાં સૌથી તળિયે જઈને બેઠી છે. ત્યાંના એસ્ટેટ એજન્ટો એકસૂરે કહી રહ્યા છે કે અત્યારે કશું વેચાઈ રહ્યું નથી અને નાતાલ પહેલાં એમાં કશો સુધારો થાય એવું લાગતું પણ નથી. હજી આ વર્ષે જ ત્યાંના પ્રૉપર્ટી માર્કેટમાં લાકડાછાપ તેજી હતી, પરંતુ આ તેજીનો ગુબ્બારો અચાનક ફૂટી જવાનું કારણ એ છે કે અતિશય નફો રળવાની લાલચે પ્રૉપર્ટીના ભાવ ત્યાંના લોકોની આવકને પણ ઓવરટેક કરી ગયા. લંડનમાં લોકોની સૅલરી દર વર્ષે સરેરાશ એક ટકા જેટલી વધે છે એની સામે મકાનોના ભાવમાં સીધો ૧૫ ટકાનો વધારો ઝિંકાઈ ગયો. બસ, એટલે લોકોએ હમણાં મકાનો ખરીદવાનું મુલતવી રાખ્યું છે અને એસ્ટેટ એજન્ટો મકાનોનાં લીફલેટનાં તોરણ બનાવીને ગ્રાહકોની રાહ જોયા કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK